સેંસેક્સમાં ૧૩૫ પોઇન્ટનો ફરીવાર ઘટાડો નોંધાયો

441

બેંક, રિયાલીટી મેટલ કાઉન્ટરોમાં આજે જોરદાર વેચવાલી રહી હતી. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેંસેક્સમાં આજે ૧૩૫ પોઇન્ટનો અથવા તો ૦.૩૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૩૯૧૪૦ રહી હતી. યશ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. ૩૦ ઘટકો પૈકીના ૨૨ ઘટકોમાં મંદી રહી હતી. બાકીના આઠ શેરમાં તેજી રહી હતી. આજે માર્કેટ બ્રીડ્‌થ મંદીમાં રહેતા તેને લઇને ચર્ચા રહી હતી. ૨૭૨૭ શેરમાં બીએસઈમાં કારોબાર થયો હતો. જે પૈકી ૧૬૭૧ શેરમાં મંદી રહી હતી. ૮૮૮ શેરમાં તેજી રહી હતી. ૧૬૮ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં નિફ્ટીમાં ૩૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૫૩ રહી હતી. સાપ્તાહિક આધાર પર બંને ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાંથી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩૮ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૫૩૮૨ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૫૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૦૨૧ રહી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં નકારાત્મક માહોલ રહ્યો હતો. રિયાલીટીના શેરમાં મંદી રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો તેના પરિણામો જાહેર કરવામાં આવે તે પહેલા તેમાં તેજી રહી હતી. જેટ એરવેઝના શેરમાં તેના ઓપરેશનને બંધ કરવામાં આવ્યા બાદથી ૩૨ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. તેના શેરની કિંમત ઘટીને ૧૬૯ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એશિયન શેરબજારમાં પણ આજે મંદી રહી હતી. આવતીકાલે ગુડફ્રાઇડેના દિવસે બજારમાં રજા રહેશે. સેંસેક્સ મંગળવારના દિવસે કારોબારના અંતે ૩૭૦ પોઇન્ટ ઉછળીને ૩૯૨૭૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૧૭૮૭ની સપાટી પર રહ્યો હતો. લોકસભાની યોજાઈ રહેલી ચૂંટણીની અસર પણ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. શેરબજાર ઉપર સીધી અસર દેખાઈ રહી છે. શુક્રવારના દિવસે કારોબાર બાદ ફેબ્રુઆરી મહિના માટેના આઈઆઈપીના આંકડા પણ જારી કરાશે. આરબીઆઈની બેઠક હાલમાં યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૯૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો મજબૂત હોવાના કારણે વિદેશી રોકાણકારો આશાવાદી બનેલા છે. અગાઉના બે મહિનામાં રોકાણકારો મોટાપાયે ખરીદી કરી ચુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી ચુક્યા છે. તે પહેલા એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. શેરબજારમાં બુધવારના દિવસે મહાવીર જ્યંતિની રજા રહી હતી. આવતીકાલે શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેની રજા જોવા મળનાર છે. છેલ્લા સપ્તાહમાં ઇન્ફોસીસ અને ટીસીએસ દ્વારા અપેક્ષા કરતા વધુ સારા આંકડા જારી કર્યા હતા.

Previous articleબોલિવુડમાં એન્ટ્રી કરવાની યોજના ન જ હતી : જેક્લીન
Next articleતેઓ ચાવાળા છે તો અમે દુધવાળા છીએઃ અખિલેશ