રવાન્ડા-આફ્રિકા ખાતે વરસાદી મોસમમાં મોરારિબાપુ રામગાનથી લોકોને ભીંજવશે

641

રવાન્ડા આફ્રિકામાં હાલ વરસાદી મોસમમાં મોરારિબાપુ રામગાનથી ભાવિક શ્રોતાઓને ભીંજવશે. રવાન્ડા દેશની રાજધાની કિગાલી નગરમાં શનિવાર તા.૨૦ થી રવિવાર તા.૨૮ દરમ્યાન રામકથા યોજાનાર છે.

આફ્રિકા ખંડના રવાન્ડા દેશની રાજધાની કિગાલી નગર એ આફ્રિકાનું સૌથી સ્વચ્છ શહેર છે. શાંત, સલામત અને આતિથ્ય માટે આ કિગાલી જાણીતું છે. સંગીત, સાંસ્કૃતિક બાબતો, સંગ્રહાલય એ વિશેષતા છે. અહીં પ્રાકૃતિક ઐતિહાસિક સંગ્રહાલય ખાસ આકર્ષણરૂપ છે. આમ તો આ વિસ્તાર એ ગોરીલા વાનરોનો પ્રદેશ છે. રાજધાની કિગાલી એ લગભગ ૧૦૦૦ જેટલી ટેકરીઓ પર વસેલું પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું શહેર છે. શહેરી સુખાકારી માટે વૈશ્વિક કક્ષાએ આ શહેર સ્થાન ધરાવે છે.

રવાન્ડા દેશ ક્ષેત્રમાં હાલ વરસાદી મોસમ આવી રહી છે. આ વાતાવરણમાં મોરારિબાપુ રામગાનથી ભાવિક શ્રોતાઓને ભીંજવશે. રવાન્ડાના સ્થાનિક ભાવિક શ્રોતાઓ ઉપરાંત ગુજરાત ભારત તથા વિશ્વના અન્ય ભાગોના કથા રસીક શ્રોતાઓ કિગાલી પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કથામાં ગુજરાતમાંથી પણ અનુયાયીઓ ભાવિકો આ બે દિવસ દરમ્યાન રવાન્ડા જઇ રહ્યા છે, તો કેટલાક પહોંચી ગયા છે. અહીં આફ્રિકા ખંડમાં વિશેષ આકર્ષણરૂપ રહેલા વિશાળ વિશ્રાંતિ સભાગૃહ ખાતે રામકથાનું આયોજન થયું છે.

કિગાલી રવાન્ડા ખાતેની આ રામકથાનું જીવંત પ્રસારણ પણ આસ્થા પર થનાર છે.

Previous articleપાકિસ્તાનથી મુક્ત થયેલા ૧૦૦ માછીમારો વેરાવળથી માદરે વતન જવા રવાના થયા
Next articleસિહોરની કુંજગલીમાં જીવલેણ ખાડાઓથી અકસ્માતની દહેશત