ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ : સરેરાશ ૬૧ ટકા નોંધાયુ

477

સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડ માટે આજે ગુજરાત સહિત ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડમાં ૧૧૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સરેરાશ ૬૧.૩૧ ટકા મતદાન થયું હતું. રાજ્યવાર જોઈએ તો, ગુજરાતમાં ૫૭.૬૯ ટકા, આસામમાં ૭૪.૦૫ ટકા, બિહારમાં ૫૪.૯૪, ગોવામાં ૬૯.૭૯, જમ્મુ અને કશ્મીરમાં ૧૧.૨૨, કર્ણાટકમાં ૬૦.૬૭, કેરળમાં ૬૮.૨૧, મહારાષ્ટ્રમાં ૫૪.૫૨, ઓડિશામાં ૫૬.૨૭, ત્રિપુરામાં ૬૯.૬૪, ઉત્તર પ્રદેશમાં ૫૫.૯૧, પશ્ચિમ બંગાળમાં ૭૮.૬૯, છત્તીસગઢમાં ૬૧.૩૮, દાદરા અને નગર હવેલીમાં ૫૬.૮૧ ટકા તથા દમણ અને દીવમાં ૫૫.૦૨ ટકા મતદાન થયું હતું. આજના રાઉન્ડમાં ૧૮ કરોડ ૮૫ લાખ મતદારોને મતાધિકાર કરવાનો મોકો મળ્યો છે. આમાં ૯૬૫૯૮૯૧૨ પુરુષો છે અને ૮૬૨૨૬૪૬૦ મહિલાઓ છે. ૭૦૪૩ મતદારો તૃતિયપંથી છે. આજના રાઉન્ડનું મતદાન ૧,૬૪૦ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. ચૂંટણીના સાતેય તબક્કાઓમાં આજનો તબક્કો સૌથી મોટો છે. પહેલા રાઉન્ડમાં ૯૧ બેઠકો માટે ૬૯.૫૦ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા રાઉન્ડમાં ૯૫ બેઠકો માટે ૬૯.૪૪ ટકા લોકોએ મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાએ એક ચૂંટણી અધિકારીની ધોલાઇ કરી છે. અધિકારી પર આરોપ છે કે તે વોટિંગ દરમિયાન મતદારોને સપાના સાઇકલના નિશાન પર બટન દબાવવાનું કહી રહ્યો હતો. અહીં સપાએ એચટી હસનને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસમાંથી ઇમરાન પ્રતાપગઢી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના કુંવર સર્વેશ સિંહ મેદાનમાં છે જેમણે ૨૦૧૪માં અહીંથી ચૂંટણી લડી હતી.

પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે હિંસા ભડકીઃ દેશી બોમ્બ ફેંકાયા, ૧ મતદાતાનું મોત

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન થયુ હતુ. ત્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે ત્યાં હિંસા ભડકી હોવાના સમાચાર મળ્યા છે. મતદારોને ડરાવા માટે બૂથ પર દેશી બોમ્બ ફેંક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે મતદાન દરમિયાન મુર્શિદાબાદના રાણીનગર ક્ષેત્રમાં બદમાશોએ પોલિંગ બૂથ નજીક દેશી બોમ્બ ફેંકી મતદાતાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. બંગાળમાં થયેલ આ હિંસા સતત વધી રહી છે અને આ હિંસા દરમિયાન એક મતદારનું મોત પણ થયા હોવાના સમાચાર મળ્યા છે.

રિપોર્ટ મુજબ મુર્શિદાબાદ ખાતે કોંગ્રેસ અને ટીએમસી સમર્થકો વચ્ચે જોરદાર ઝડપ થઈ. જેમાં પોલિંગ બૂથ બહાર લાઇનમાં લાગેલ એક મતદાતાનું મોત થયું છે. કોંગ્રેસ ઉમેદવાર અબુ હીનાનો દાવો છે કે જે વ્યક્તિની મોત થઈ છે તેઓ કોંગ્રસનો કાર્યકર્તા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હોવા છતા અહીં મતદાનને અટકાવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે. સવારે ૭ વાગ્યાથી અહીં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને વોટ કરવા માટે લાંબી લાઇન જોવા મળી. પરંતુ ૧૦ વાગ્યા સુધી માહોલ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો અને અચાનક હિંસા ભડકી ઉઠી.

રિપોર્ટ મુજબ સૌથી પહેલા મુર્શિદાબાદના ડોમકાલ ક્ષેત્રમાં હિંસા ભડકી જ્યાં બે જૂથો વચ્ચે ભારે ઘર્ષણ થયો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના ૩ કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થયા. ત્યાર બાદ રાણીનગર ક્ષેત્રમાં બૂથ નંબર ૪૭-૪૮ નજીક કેટલાક અસામાજિક તત્વોએ દેશી બોમ્બ ફેંક્યા, તેમનો ઉદ્દેશ્ય વોટરોને ડરાવાનો હતો. જોકે આ ક્યાં રાજનીતિક દળના છે તે વિશે હાલ કોઈ જાણ નથી થઈ. જોકે હિંસાની ઘટના બાદ પોલિંગ બૂથ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. રાણીનગર સિવાય માલદા ક્ષેત્રમાં પણ હિંસાની ઘટના બની હોવાના સમાચાર મળ્યા છે.

મતદાન કેન્દ્ર પર વીવીપેટ મશીનમાંથી સાપ નીકળ્યો..!!

કન્નૂર લોકસભા ક્ષેત્રમાં સવારે એક મતદાન કેન્દ્ર પર અસામાન્ય ઘટના જોવા મળી. વાત એમ છે કે મૈય્યિલ કંડાક્કઇના એક બુથમાં વીવીપેટ મશીનની અંદર એક નાનકડો સાપ જોવા મળ્યો. જે સમયે મતદાન થઇ રહ્યું હતું, એ સમયે એક મતદાતા એ વીવીપેટ મશીનમાં સાપ દેખાયો, ત્યારબાદ બૂથ પર ઉભેલા બાકી મતદાતાઓમાં દહેશત ફેલાય ગઇ. જો કે સાપને ટૂંક સમયમાં જ મશીનથી બહાર નીકાળી દીધા ત્યારબાદ ફરી એકવખતથી મતદાન શરૂ થઇ શકયું. કન્નૂર ક્ષેત્રમાંથી હાલના સાંસદ પી.કે.શ્રીદેમી (સીપીઆઈ-એમ-એલડીએફ)ના સુરેંદ્રન (કોંગ્રેસ-યુડીએફ) અને સી.કે.પદ્મનાભન (ભાજપ-એનડીએ) પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.

આપને જણાવી દઇએ કે વાયનાડ સીટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસની પરંપરાગત સીટ હોવા છતાંય વાયનાડમાં વામ મોર્ચા અને ભાજપે આ વખતે જે રીતે રાહુલ ગાંધીની ઘેરાબંધી કરી છે. ૨૦૧૪મા કોંગ્રેસના શાનવાસે અંદાજે ૨૦૦૦૦ વોટના અંતરથી ભાકપા નેતા સત્યન મોકેરીને હરાવ્યા હતા.

ત્રીજા ચરણનું મતદાન

રાજ્ય     મતદાન

(ટકામાં)

આસામ  ૭૪.૦૫

બિહાર    ૫૪.૯૫

છત્તીસગઢ            ૬૪.૦૩

દાદરા-નગરહવેલી           ૭૧.૪૩

દમણ અને દિવ  ૬૫.૩૪

ગોવા      ૭૦.૯૬

ગુજરાત                ૫૮.૮૧

જમ્મુ કાશ્મીર       ૧૨.૪૬

રાજ્ય     મતદાન

(ટકામાં)

કર્ણાટક  ૬૦.૮૭

કેરળ      ૬૮.૬૨

મહારાષ્ટ્ર               ૫૫.૦૫

ઓરિસ્સા               ૫૭.૮૪

ત્રિપુરા   ૭૧.૧૩

ઉત્તરપ્રદેશ           ૫૬.૩૬

બંગાળ   ૭૮.૯૪

Previous articleસની દેઓલ ભાજપમાં : હાલ ચાલતી અટકળોનો થયેલ અંત
Next articleગુજરાતમાં ૬૩ ટકાથી વધારે મતદાન