કમોસમી વરસાદ વચ્ચે ઘઉંની  ખરીદી ૬૩ ટકા ઓછી દેખાઇ

397

વર્તમાન રબિ સિઝનમાં લઘુત્તમ સમર્થન મુલ્ય (એમએસપી) પર ઘઉંની સરકારી ખરીદી ૬૨.૮૦ ટકા ઘટીને ૭૦.૧૦ લાખ ટન થઇ છે. આના માટે જે કારણ રહેલા છે તેમાં કમોસમી વરસાદને પણ કારણ તરીકે ગણવામાં આવે છે. કાપણીમાં વિલંબ થવાના કારણે મંડીઓમાં આવક સુસ્ત રહી છે. છેલ્લી રબિ સિઝનની સમાન અવધિમાં ૧૮૮.૪૯ લાખ ટન ઘઉની સરકારી ખરીદી કરવામાં આવી હતી. ભારતીય ખાદ્ય નગમ (એફસીઆઇ)ના કહેવા મુજબ ખરીદીમાં માઠી અસર થવા માટે જે કારણ છે તેમાં મુખ્ય કારણ તરીકે હાલમાં થયેલી કમોસમી વરસાદ પણ છે. વરસાદના કારણે આવકમાં વિલંબ થઇ રહ્યો છે. એફસીઆઇના લોકોનુ કહેવુ છે કે ઉત્પાદક રાજ્યોમાં હાલમાં હવામાન સાફ છે. જેથી હવે આવક વધશે. સાથે સાથે ખરીદીમાં પણ જોરદાર તેજી આવનાર છે. હવે સૌથી વધારે ખરીદી હરિયાણામાં ૩૮.૬૮ લાખ ટનની થઇ છે. જો કે ગયા વર્ષની તુલનામાં આ આંકડો હજુ ઓછો છે. ગયા વર્ષે રાજ્યમાં હજુ સુધી ૬૬.૦૮ લાખ ટન ઘઉની ખરીદી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાંથી વર્તમાન રબિ સિઝનમાં ૧૮.૮૮ લાખ ટન ઘઉની ખરીદી કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે આ સમય સુધી ૩૪.૩૨ લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી. આવી જ રીતે રાજસ્થાનમાં ૨.૨૨ લાખ ટન ઘેઉની ખરીદી કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે આ આંકડો ખુબ વધારે હતો અને આંકડો ૬.૧૪ લાખ ટન સુધી પહોંચી ગયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પણ કેટલાક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે ૩.૫૭ કરોડ ટન ઘઉંની ખરીદી કરવા માટે લક્ષ્ય છે. કેન્દ્ર સરકાર કેટલીક (અનુસંધાન નીચેના પાને)આકર્ષક યોજના પણ ચલાવી રહી છે. છેલ્લી રબિ  સિઝનમાં સ્થિતી જુદી હતી. છેલ્લી રવિ સિઝનમાં ૩.૫૮ કરોડ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઘઉના સમર્થન મુલ્ય ૧૮૪૦ રૂપિયા રાખ્યા છે. પ્રતિ ક્વિન્ટલ ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જો કે આ વખતે કમોસમી વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે. મંડીઓમાં ઓછી આવક થઇ રહી છે. કાપણીમાં વિલંબ આના માટે જવાબદાર છે. એફસીઆઇના લોકો ખરીદીને લઇને સક્રિય છે.

Previous articleજેટના કર્મચારીઓને આ વર્ષે નોકરી મળવાના સાફ સંકેતો
Next articleએમેઝોનનુ નાના દુકાનદારો તરફ વલણ : નવી રણનિતી