વલ્લભીપુરમાં રામકથા દરમ્યાન હજયાત્રા કરી આવેલ મુસ્લીમ ભાઇ-બહેનોનું સન્માન

672

વલભીપુર ચંન્દ્રઝા હનુમાનજી મિત્ર મંડળ આયોજિત રામકથા ના વક્તા અરવિંદભાઈ જોશી દ્વારા રસપાન થઈ રહ્યું છે જેમાં વલભીપુર શહેરના તમામ  નગરજનો લાભ લઇ રહ્યા છે અને બપોરે પ્રસાદની  પણ દાતા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આજે તારીખ ૨૭- ૪- ૨૦૧૯ ના છઠ્ઠા દિવસે વલભીપુર શહેરના બ્રહ્મ સમાજના અનિલભાઈ ભટ્ટ ગંભીરભાઈ જોશી અને કિશોર દાદા ભટ્ટ તેમજ પવુભાઈ ત્રિવેદી અને અન્ય વડીલો દ્વારા વલભીપુર શહેર માંથી જે મુસ્લિમ સમાજ ના બહેનો અને ભાઈ ઓ જે હજયાત્રા કરીને આવેલા હતા તેમનું શાલ ઓઢાડીને અને બહેનોને સફેદ ઓઢણું આપીને સન્માનિત કરેલ મુસ્લિમ સમાજની અન્ય બહેનોને પણ મલ્ટી ઓઢણું અને મુસ્લિમ સમાજની નાની નાની દીકરીયુને હિન્દુ સમાજ ના દીકરી યુ દ્વારા પુષ્પગુચ્છ તેમજ કવર આપીને સન્માનિત કરેલ અને આ વલભીપુરમાં આવા પ્રથમ વખત કોમી એકતાના દર્શન થયેલ જે બંને સમાજના આગેવાનો તેમજ યુવાનોએ પોતાની ખુશી વ્યક્ત કરેલ

આ કાર્યક્રમના ઉત્તમ વિચાર અને આયોજનના આમંત્રણને માન આપીને વલભીપુર સીવીલ જજ અને મામલતદાર અને વલભીપુરના પીઆઇની હાજરીમાં આયોજન થયેલ અને ચંન્દ્રઝા મિત્ર મંડળના તમામ સભ્યો દ્વારા ખુબજ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ અને નાના બાળકો દ્વારા તમામ શ્રોતાજનોને સ્થળ ઉપર પાણી પહોંચતો કરીને તમામને તરસથી મુક્ત કરેલ.

 

Previous articleનાગેશ્રી ખાતે ૭મીથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન
Next articleબરવાળામાં સંત લાલાબાપાની પૂણ્યતિથીની ઉજવણી કરાઇ