ચોથા તબક્કાની ૭૨ બેઠકો પર સરેરાશ ૬૦મતદાન ટકા નોંધાયુ

441

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ચોથા તબક્કાનું મતદાન આજે દેશભરમાં યોજાયું હતું. જેમાં  ૯ રાજ્યોની ૭૨ બેઠકો પર મતદાન થયું હતું. જેમાં મહારાષ્ટ્રની ૧૭ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની ૧૩-૧૩, પશ્ચિમ બંગાળની આઠ, મધ્યપ્રદેશ અને ઓડિશાની છ-છ, બિહારની પાંચ અને ઝારખંડની ત્રણ બેઠકો પર મતદાન થયું હતુ. ૬ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૦ ટકા મતદાન નોંધાયું છે.

આજે ૭૨ બેઠકો માટે સરેરાશ ૪૭ ટકા મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન થયું છે. બિહારમાં ૫૩.૬૭ ટકા, જમ્મુ અને કાશ્મીરમાં ૯.૭૯ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૫.૮૬ ટકા, મહારાષ્ટ્રમાં ૫૧.૪૪ ટકા, ઓડિશામાં ૬૪.૦૫ ટકા, રાજસ્થાનમાં ૬૩.૧૧ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૩.૧૨ ટકા, પશ્ચિમ બંગાળમાં ૭૬.૬૩ ટકા અને ઝારખંડમાં ૬૩.૭૬ ટકા મતદાન નોંધાયું છે.

આજે મુંબઈમાં ફિલ્મી હસ્તીઓ ખુબ ઉત્સાહિત થઈને મતદાન કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન અને વહુ એશ્વર્યા બચ્ચન સાથે જૂહુમાં મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું. સલમાન ખાને બાંદ્રા પોલિંગ બૂથ જઈને મત આપ્યો. ગીતકાર ગુલઝારે પણ મુંબઈમાં મતદાન કર્યું. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં યુપીની ૧૩ બેઠક પર અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.

આ તબક્કામાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન સલમાન ખુરશીદ, શ્રીપ્રકાશ જાયસ્વાલ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવ,ભાજપ નેતા સાક્ષી મહારાજ, ગિરિરાજસિંહ, સીપીઆઈના ઉમેદવાર કનૈયા કુમાર, આરએલએસપી નેતા ઉપેન્દ્ર કુશવાહ અને સૌથી ધનવાન ઉમેદવાર અને કમલનાથના પુત્ર નકુલ નાથનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આ ૭૨ બેઠકમાંથી ૫૬ બેઠક પર તેમને જીત મળી હતી. બાકીની ૧૬ બેઠકમાંથી બે પર કોંગ્રેસને જીત મળી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)-૬ અને બીજેડી-૬ બેઠક જીતવામાં સફળ રહી હતી.

Previous articleTMCના ૪૦ સભ્ય ભાજપના સંપર્કમાં : નરેન્દ્ર મોદીનો ધડાકો
Next articleઘાસચારાના ભાવમાં ભડકો, પશુપાલકો ચિંતામાં મુકાયા