ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

599

શહેરમાં આખલાઓનો ત્રાસ નિવારવા પાંજરાપોળના ટ્રસ્ટીઓની મળેલી બેઠક

ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ ઢોર આખલાઓના ત્રાસ પછી સેવાસદને આખલા પકડવાની કામગીરી શરૂ કરેલ છે. જે કામગીરીમાં આખલાઓને પકડી લેવામાં આવે છે. આખલાઓનો ત્રાસ નિવારવા અને રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ નિવારવા માટે સેવા સદન દ્વારા મેર મનભા મોરી, સ્ટે.કમીટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિશ્નર ગાંધી અને અન્ય અધિકારીઓની હાજરીમાં તાજેતરમાં પાંજરાપોળના ટ્રસ્ટીઓની ખાસ બેઠક મળેલ. આ બેઠકમાં પકડેલા ઢોરોને પાંજરાપોળમાં મોકલવા અંગેની વિગતવાર ચર્ચા વિચારણાઓ થયેલ અને તે પ્રમાણએનો અમલીકરણ થઇ રહ્યો છે. એટલે લોકોની ફરિયાદો હલ થવાની ધારણા ઉભી થઇ છે.

આયુષ્યમાન ભારત યોજના તળે ૨૦ હજાર નિકળેલા કાર્ડોની વાત

આયુષ્યમાન ભારત યોજના તળે ૨૦૧૧માં ભાવનગરમાં થયેલા સર્વેમાં ૪૮ હજાર ૩૦૦ જેટલા લોકોની નોંધણી થયેલ.આર્થિક સ્થિતિ અને જ્ઞાતિ આધારીત સર્વેમાં જે કાર્યવાહી થયેલ તેમાં નોંધાયેલ લોકોમાંથી ૨૦ હજાર જેટલા કાર્ડો નીકળ્યાનું કહેવાય છે. અન્ય કાર્ડો દેવાની પ્રક્રિયા ચાલુ રહોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકાએ દસ હજાર ઘરનો સર્વે થયેલ તે પ્રમાણેની વિગતો મળે છે.

મંદિરોના ટેક્ષો માટે પણ સેવા સદન દ્વારા અપાતી નોટીસો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેટલાક ધાર્મિક ક્ષેત્રો મંદિરો, જ્ઞાતિ વાડીઓ વગેરે નો ટેક્ષ માફી હોવાની બાબત હોવા છતાં હાલમાં સેવાસદન દ્વારા બાકી ટેક્ષો ભરવા અપાયેલી નોટીસોમાં મંદરોને પણ નોચીસો દેવાય રહ્યાની ફરિયાદો જાગી છે.કેટલાક રિક્ષા માફીનીબાબત છતાં ટેક્ષ વસુલવા નોટીસો ફટકારતા લોકોમોં આ મુદ્દે ચર્ચાઓ પણ જાગી છે.

Previous articleરાજુલામાં ગટર ઉભરાતા ગંદા પાણી ઘર અને દુકાનોમાં ઘુસ્યા
Next articleસર્વાંગી તાલીમ પ્રથમ શિબિર