ભાવનગર જિલ્લાનાં ૧૩ પૈકી ૧૧ જળાશયો ખાલી

812

ઉનાળા ના દિવસો શરૂ થઈ  ને હવે મધ્યાહ્ને પહોચીયા છે ત્યારે ભાવનગર જિલ્લામાં સીચાઈ યોજના હેઠળ આવેલા ૧૩ જળાશયો પૈકી ના ૧૧ જળાશયો ખાલી ખમ થઈ  ગયા છે અને આગામી દિવસોમાં પીવાના પાની ની કટોકટી જિલ્લામાં ઉભી થાય તેવા સંજોગો ઉભા થવા પામ્યા છે જો કે ભાવનગર ને જરૂરિયાત મુજબ નું વધારાનું  પાણી મહીં પરીએઝ માંથી મળશે તેના કારણે કોઈ ગંભીર સમસ્યા  ઉભી નહીં થાય તેવો દાવો અધિકારીઓ એ કર્યો છે.

એક તરફ ઉનાળા ના દિવસો તેની ચરમસીમાએ પહોચ્યા છે અને હજુ તો મેં માસ પૂરો નથી થયો ત્યાંજ ગરમી નો પારો ૪૩ ડિગ્રી ને વટાવી ગયો છે અને તેના કારણે જળાશયો સૂકાંભઠ જેવા થઈ ગયા છે ભાવનગર જિલ્લામાં દર વર્ષે સરેરાશ ૪૦ ઇંચ વરસાદ પડે છે અને મોટા ભાગ ના જળાશયો ઓવરફ્લો થતા હોઈ છે પરંતુ ગત વર્ષે ઓછા વરસાદ ના કારણે પાણી નો સંગ્રહ થયો નથી અને તેના કારણે આ વરસે જળાશયો ખાલીખમ જોવા મળે છે ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આવેલો છે પરંતુ ગત વર્ષે તે પણ ઓવરફ્લો થયો નથી તેના કારણે આ વખત સિંચાઈ ને તો પૂરતું પાણી અપાયું નથી અને હવે તો પીવાના પાણી માટે પણ સમસ્યા ઉભી થાય તેવા સંજોગો વર્તાઈ રહ્યં છે ભાવનગર ના લોકો એ મનપા દ્વારા અઠવાડિયે એક દિવસનો પાણી કાપ આપી ને છેલ્લા બે વર્ષ થી ગાડું દોડાવવામાં આવે છે ભાવનગર ની રોજિંદી જરૂરિયાત ૧૩૫ એમ એલ ડી પાણી છે તેમથી ૧૦૦ એમ એલ ડી શેત્રુંજી માંથી મેળવવામાં આવે છે ૩૫ એમ એલ ડી મહીં પરીએઝ માંથી મેળવવામાં આવે છે અને બાકી નું ૫ થી ૭ એમ એલ ડી સ્થાનિક બોરતળાવ માંથી મેળવવામાં આવે છે જો કે અધિકારીનું કહેવું છે કે આ વર્ષે પાણી ની જરૂરીયાત ને ધ્યાને લઈ ને અત્યાર થી જ વધારાનું ૧૦ એમ એલ ડી પાણી મહી પરીએઝ માંથી માંથી મેળવવા માટે સરકાર માં પત્ર પાઠવ્યો છે.

એક તરફ ઉનાળા ની કાળજાળ ગરમી માં ભાવનગર વાસીઓ પીવા ના પાણી માટે વલખા મારી રહીયા છે તો બીજી તરફ જીલ્લા ના જળાશયો ના તળ ખૂટી ગયા છે જીલ્લા ના જળાશય ની વાત કરીએ તો જીલ્લા નો જીવાદોરી સામન શેત્રુજી ડેમ માં માત્ર ૧૦ ટકા જ પાણી જથ્થો છે સાથે રોજકી ડેમ માં પણ નહીવત જથ્થો જોવા મળી રહ્યો છે તેવામાં જીલ્લા માં ચોમાસું જો નબળું થશે તો પાણી માટે કપરી સ્થતિ નો સામનો ભાવેણા વાસીઓ એ કરવો પડે તો નવાઈ નહી જીલ્લા માં હાલ પીવા ના પાણી માટે સ્થતિ ખુબજ ખરાબ થઇ છે ગ્રામ્યવિસ્તાર ની વાત કરીએ તો ગામડાઓ માં પણ પાણી ની વિકટ પરીસ્તિથી જોવા મળી રહી છે ત્યારે ભાવનગર જીલ્લા ના લોકો પણ સરકાર પાસે પાણી ની માંગ કરી રહ્યા છે.

Previous articleવિવિધ પ્રશ્ને કોંગ્રેસે આવેદન આપ્યું
Next articleપીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તંત્ર સાબદુ