નામપંથી,વામપંથી,દામ-દમનપંથી બાદ અમે વિકાસપંથી લઇને આવ્યાંઃ મોદી

839

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તરપ્રદેશના ભદોહીમાં મહાગઠબંધન અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, દેશે નામપંથી, વામપંથી, દામ અને દમનપંથી સંસ્કૃતિ જોઇ હતી પરંતુ અમે વિકાસપંથી કલ્ચર લાવ્યા. આ સિવાય તેમણે સભામાં સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ કર્યાં તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પોતાના નજીકના અને બિઝનેસ પાર્ટનર્સને ડીફેન્સ ડીલ અપાવવાનો આરોપ લગાવ્યો.વડાપ્રધાન મોદી મ્જીઁ-જીઁની જુની સરકારો પર સમાજ અને જાતિ અને પંથના નામ પર ભાગલા પાડવાનો આરોપ લગાવતા તેમની ટીકા કરી. તેમજ માયાવતી અને અખિલેશના શાસનકાળ દરમિયાન થયેલા ગોટાળાનો ઉલ્લેખ કરી કહ્યું કે, તેમની સરકાર પર ૫ વર્ષોમાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો.તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે માત્ર દેશના વિકાસ કરવાની ઇચ્છાશક્તિ સાથે સરકાર ચલાવવામાં આવતી હોય છે તો આ પ્રકારનું પરિવર્તન આવે છે. આપણા દેશમાં આઝાદી બાદ ચાર અલગ પ્રકારની સરકાર, રાજનીતિ અને કલ્ચર જોવા મળ્યું.

પહેલું નામપંથી, બીજું વામપંથી, ત્રીજું દામ અને દમનપંથી અને ચોથું અમે લઇને આવ્યા છીએ વિકાસપંથી. નામપંથી પોતાના વંશના નેતાનું નામ જપે છે. વામપંથી વિદેશી વિચારધારા ભારત પર થોપે છે. દામ અને દમનપંથી જે ધન અને બાહૂબલ દ્વારા દેશ પર કબ્જો મેળવવાનો વિચાર રાખે છે અને વિકાસપંથી માટે ૧૩૦ કરોડ લોકોનું કલ્યાણ તેની પ્રાથમિકતા છે.

પીએમ મોદીએ કહ્યું કે હાલમાં જ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો અને પાકિસ્તાન તેને દાવત ખવડાવી રહ્યું હતું. હવે પાકિસ્તાન મસૂદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મજબુર થશે. આ ભારતની વધતી તાકાતની અસર છે. પરંતુ મહામિલાવટી લોકો ભારતની સફળતાને માનવા માટે પણ તૈયાર નથી. તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણી હતી એટલે મોદીએ મસૂદ પર પ્રતિંબધ લગાવડાવી દીધો. દરેક ચીજને ચૂંટણીના ચશ્માથી જોવાના કારણે કોંગ્રેસ અને તેના સાથીઓની આ હાલત થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે જો આજે દુનિયામાં ભારતની ગૂંજ સંભળાઈ રહી છે તો તેની પાછળ તમારા મતોની તાકાત છે. સપા-બસપા અને કોંગ્રેસે હંમેશા લોકોને પરસપ્ર જાત પાત અને પંથના નામે લડાવીને ફક્ત પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ કર્યો છે. આ પાર્ટીઓના કેટલાક મોટા નેતાઓની થોડા દાયકાઓ પહેલા શું હાલત હતી અને આજે કેવી આલિશાન જીંદગી જીવે છે તે પણ જુઓ.

પીએમ મોદીએ કહ્યું કે જો હું ભ્રષ્ટાચાર સામે લડું છું તો મારા ગરીબ ભાઈઓના હક માટે લડુ છું. જો હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડું છું તો મારા દેશના ઈમાનદારો માટે એક દીવાલ બનીને તેમની મદદ માટે લડુ છું. આ મહામિલાવટી લોકોએ સત્તાને હંમેશા પોતાની સંપત્તિ વધારવાનો રસ્તો ગણ્યો છે. જ્યારે અમારા માટે સત્તા દેશના લોકોની સેવા કરવાનું માધ્યમ છે.

Previous articleઅનંતનાગમાં ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની આતંકીઓએ ઘરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરી
Next articleમોદીજી લડાઇ પૂર્ણ થઇ ચૂકી છે,તમારા કર્મ તમારી રાહ જોઇ રહ્યા છે : રાહુલ ગાંધી