આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લેતી બોટાદ ૧૮૧ ટીમ

719

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના ટીમ ને થર્ડ પાર્ટી દ્વારા ફોન કરવામાં આવેલ કે રાણપુર તાલુકાના એક ગામના પીડિત મહિલા રેલ્વે સ્ટેશન ના  ફાટકના પાટા પાસે આત્મહત્યા કરવા માટે ગયેલ છે.અને મરી જવાની કોશિશ કરે છે .તેથી પીડિત મહિલા ને ૧૮૧ ના મદદ ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમનાં કાઉન્સિલર ખુશ્બુ બેન પટેલ પાયલોટ વિક્રમભાઈ તેમજ રાણપુર પો.સ્ટેશન નો સ્ટાફ દ્વારા પીડિત મહિલા ની મદદ માટે સ્થળે પહોંચી વધું તપાસ હાથ ધરતાં એવું જાણવા મળેલ પિડીત મહિલા તેમના સાસુના ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ હતાં. પીડિત મહિલા નું કાઉન્સેલિંગ દરમિયાન પીડિત મહિલા “મારે મરી જાવું છે” એવો એકજ શબ્દ વારમવાર બોલતાં હતાં. ૧૮૧ ના કાઉન્સિલર ખુશ્બુ બેન પટેલ દ્વારા પીડિત મહિલા સાથે શાંતિ પુર્વક વાતચીત કરી આશ્વવાસન આપી વિશ્વાસ આપવાંમાં આવેલ ત્યાર બાદ પીડિત મહિલાએ જણાવેલ કે તેમનાં સાસુ ઘરનાં કામ બાબતે વારમવાર ઘર કંકાસ કરતાં અને મેણાં ટોણાં મારતાં રહેતાં તથા તેમનું ૧૧ માસનું બાળક પણ તેમનાં સાસુ તેમની પાસે રાખે છે  એથી પીડિત મહિલા ને દિલ માં લાગી જતાં તેમને આત્મહત્યા કરવા નો વિચાર આવેલ ત્યાર બોટાદ ૧૮૧ ટીમ દ્વારા પીડીત મહીલા અને તેમનાં સાસુ અને તેમના પરિવાર ને સમજાવવાની કોશિશ કરેલ ત્યાર બાદ પીડિત મહિલા ને આત્મહત્યા નું પગલું નહીં ભરવા બાબતે સમજાવા મા આવેલ ત્યાર બાદ પીડિત મહિલા ને આગળ દિવસો માં કોઈ પગલું નો ભરે અને તેને લાંબા ગાળા ના કાઉન્સેલિંગ માટે બરવાળા ખાતે”સખી વન સ્ટોપ” ખાતે મોકલી આપવામાં આવેલ.

 

Previous articleશિશુવિહારમાં શિક્ષકોનો તાલીમવર્ગ
Next articleતુલસીશ્યામના ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂને ઉત્કૃષ્ઠ સેવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરશે