આંબલા આશ્રમ ખાતે ચા માં ઝેરી પીવરાવી વૃદ્ધનું મોત નિપજાવનારને ૧૦ વર્ષની સજા

1391

ત્રણ વર્ષ પૂર્વે તા.૨૪-૦૬-૧૬ના રોજ રાત્રીના સાડા આઠ થી સાડા દસ વાગ્યાના સુમારે તેજસ શાંતિલાલ પંડ્યા (રહે.સાંઇરામ સોસાયટી, જામનગર) નામના શખ્સે ભાવનગર-રાજકોટ રોડ પર આંબલા ગામે આવેલ માનગરબાપુના આશ્રમમાં અનઅધિકૃત પ્રવેશ કરીને બાલુબેન બળદેવગીરી ગૌસ્વામી તથા તેના પતિ બળદેવગિરિ ગૌસ્વામીને વ્યથા તથા હાની પહોંચાડવાના ઇરાદે ચા માં કોઇ ઝેરી કે ઘેનયુક્ત પદાર્થ ભેળવી  પીવડાવી ફરીયાદી પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો કુલ રૂા.૯૨૦૦ ની ચોરી કરી તથા ચા માં ઝેરી ઘેનયુક્ત પદાર્થ ભેળવી પીવરાવી ભાનુબેનના પતિ બળદેવગિરિ ડોલરગીરી ગૌસ્વામી (ઉ.વ.૬૦) રહે. આંબલા નામના વૃદ્ધનું મોત નિપજાવી ખૂન કરેલ તથા બાલુબેનને પણ ઝેરી પદાર્થ પીવરાવી ખૂન કરવાની આરોપીએ કોશિષ કરેલ આ અંગેની પોલીસ ફરિયાદ જે તે સમયે બાલુબેને સોનગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી તેજસ શાંતિલાલ પંડ્યા સામે આપતા પોલીસે ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૮, ૨૮૪, ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.

આં અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખિક પુરાવા ૧૭, દસ્તાવેજી પુરાવા ૩૯, વિગેરે ધ્યાને લઇ આરોપી તેજસ શાંતિલાલ પંડ્યા સામે ઇપીકો કલમ ૩૦૪(૨) અન્વયે ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા, ઇપીકો કલમ ૩૦૭ મુજબ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૫ હજારનો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી.

Previous articleસિહોરમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળી
Next articleભાવનગર શહેરમાં ભગવાન પરશુરામજીની બે શોભાયાત્રા નીકળી