ગઢેચી વડલાના નાળા નીચે જુગાર રમતા છ પત્તાબાઝને ઝડપી લીધા

752
bvn1812018-16.jpg

શહેરના ગઢેચી વડલાના નાળા નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાબાઝને એલસીબી ટીમે બાતમી રાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.કોન્સ સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,ગઢેચી વડલા,રાજહંસ કોમ્પ્લેકસની સામેનાં નાળા નીચે જાહેરમાં અમુક માણસો ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં  તીનપતીનો હારજીતનો જુગાર રમતાં મનોજભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ ઉ.વ.૩૨, મથુરભાઇ ભોળાભાઇ બારૈયા ઉ.વ.૪૪, ભરતભાઇ મગનભાઇ ગાંગડિયા ઉ.વ.૩૦, વાલજીભાઇ ઉર્ફે વાલો કેશુભાઇ ડાભી ઉ.વ.૪૮, મુકેશભાઇ બોઘાભાઇ દુબડ ઉ.વ.૩૨ અને હર્ષદ ઉર્ફે ડેંડુ જગદિશભાઇ ખોખર ઉ.વ. ૨૦ રોકડ રૂ.૧૦,૫૦૦/- તથા ગંજીપતાનાં પાના તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૬,૫૦૦/- મળી કુલ રૂ.૧૭,૦૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં ગુલમહંમદભાઇ કોઠારીયા, મહિપાલસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા,મિનાજભાઇ ગોરી, વિઠ્ઠલભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleઅકવાડા ગામેથી દેશી દારૂ અને આથાનો મસમોટો જથ્થો ઝડપાયો
Next articleઆડોડીયાવાસના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ ઝડપાઈ