રો-રો ફેરી સર્વિસ અંતર્ગત શહેરમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોથી લોકો અભિભૂત

744
bvn23102017-10.jpg

શહેરમાં દિપોત્સવ પર્વ શ્રૃંખલા તથા નૂતન વર્ષ આ વર્ષે શહેરીજનો માટે યાદગાર બની રહ્યાં. શહેરનાં આંગણે યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શહેર મધ્યે શરૂ થયેલ સિનેમા હાઉસ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભાવનગરના આંગણે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હોય જે સંદર્ભે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રેસન્ટ સર્કલ ગાંધી સ્મૃતિ પાસે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લેસર શો અને આતશબાજીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે જવાહર મેદાન ખાતે પણ રાત્રિના સમયે ભવ્ય આતશબાજીએ મન મોહી લીધા. એ જ રીતે શહેર મધ્યે આવેલ મહાપાલિકા કચેરી સામે નવનિર્મિત બિલ્ડીંગમાં નવું સિનેમા હાઉસ ખુલ્યું છે. દિવાળી પર્વ સર્વત્ર વેકેશનનો માહોલ હોય જેને લઈને આ નવા સિનેમા હાઉસમાં લોકોએ ફિલ્મ જોવા માટે મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. અત્રે નોંધિનય છે કે આ સ્થળ પર થોડા વર્ષો પૂર્વે ગેલેક્ષી સિનેમાનું અસ્તિત્વ હતું. જે ખુબ જ લોકપ્રિય હતી તેના સ્થાને અદ્યતન સિનેમા હાઉસ ઉભુ કરવામાં આવ્યું છે.