ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં થયેલ ૧૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

674
bvn23102017-5.jpg

ગઇ તાઃ ૧૪/૧૦/૨૦૧૭ નાં  રોજ  ધોધા ગેટ પોલીસ ચોકી નજીક ટીમાણી વોચની દુકાન સામે ગુલામ હૈદરભાઇ યુસુફઅલી વરતેજી રહે.ભાવનગર વાળાએ પોતાની એકટીવા મુકેલી જેની ડેકી માં રોકડા રૂા.૧૦ લાખ રાખેલ હતા જે એકટીવાની ડેકી તોડી તેમા રાખેલ રોકડા રૂા. ૧૦ લાખની ચોરી થયેલની ફરીયાદ થયેલી અને નેત્ર સી.સી.ટી.વી. કંટ્રોલમાંથી તપાસ કરતા આરોપીઓ છારા ગેંગ અમદાવાદનાં હોવાનું તપાસમાં ખુલેલ હતું.
આ  ચોરીની ગંભીર નોંધ લઇ ભાવનગર પોલીસ અધિક્ષક પ્રવિણસિહ માલ તથા ના.પો.અધિ. ઠાકરે તાત્કાલીક ચોરી ડીટેકટ કરવાની સુચના પોલીસ ઇન્સ. કે.સી. ઝાલાને આપતા અને વલ્લભીપુર પો.સ.ઇન્સ. ટી.એસ. રીઝવી તથા વલ્લભીપુરનાં સ્ટાફ પો.કોન્સ. અમિતભાઇ તથા પો.કોન્સ ભગવાનભાઇ તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ડીસ્ટાફને તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્સને મદદમાં સાથે રાખી અમદાવાદ મુકામે તપાસ કરેલી અને આરોપીઓ નાસી ગયેલા જે પૈકી વિજય ઉતમભાઇ માછરેકર, ઢબ્બુ પુલીયાભાઇ ધમંડી, દશરથ બાબુભાઇ બજરંગે  રહે. તમામ  કુબેરનગર, છારાનગર  અમદાવાદ વાળાને અમદાવાદથી ઝડપી પાડેલા. બનાવ વખતે ઉપયોગમાં લીધેલ યુનીકોન મોટરસાયકલ તથા એકટીવા મો.સા. સાથે ઝડપી લઇ કુલ મુદામાલ રૂા.૧૦ લાખ રોકડા કબ્જે કરવામાં આવેલ છે. તપાસ હાલે પોલીસ સબ ઇન્સ. આર.સી.સોલંકી તથા મદદમાં પી.એસ.આઇ. બારૈયા તથા રાયટર ચંપકસિંહ ચલાવી રહયા છે. હજુ વધુ આરોપી ઝડપાવાની શકયતા છે.