ભાવનગર ગ્રામ્ય યુવા કોંગ્રેસે વૃધ્ધાશ્રમ ખાતે દિવાળી ઉજવી

1505
bvn23102017-6.jpg

સમગ્ર  દેશમાં દીપાવલી અને નવ વર્ષ ની અનેરી ઉજવણી કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિ દિવાળી અને નવા વર્ષના આ ઝાંઝરમાન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.આવા શુભ તહેવારે  અનેક વડીલો જે એકલા છે. સંતાન નથી અથવા તો સંતાનો એ તરછોડી દેતા વૃદ્ધાશ્રમ માં રહેવા મજબુર બન્યા છે આવા વડીલો ને આ દિવસે પરિવાર અને  દીકરાઓ ની ખોટ વર્તાય છે. ત્યારે દિવાળી ના ખાસ દિવસો માં પરિવાર અને દીકરા ની ખોટ પુરી પડતા યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા નેસડા ખાતે વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે વડીલોના હરખનો પાર રહ્યો ના હતો. ભાવનગર ગ્રામ્ય યુવા કોંગ્રેસ આયોજિત નેસડા ખાતે આવેલ વૃધ્ધાશ્રમના વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી વૃધ્ધાશ્રમ ખાતે રહેતા વૃધોને મીઠાઈ વહેંચી ફટાકડા ફોડીને વડીલો સાથે કાર્યકરોએ દિવાળી પર્વેની ઉજવણી કરી હતી વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધોને ખુશીનો પાર રહ્યો ન હતો સૌ રાજીરાજી ખુશખુશાલ થયા હતા જોકે આહી રહેતા બધા જ વડીલોના મુખ પર ઉદાસી જોવા મળતી હતી એમની નજરો પોતાના પોતીકાઓને શોધતી હતી એક જાતનો ખાલીપો પોતાના મુખ પર સપષ્ટ જોવા મળતો હતો ત્યારે અહીં ભાવનગર ગ્રામ્ય કોંગ્રેસ આયોજિત કાર્યક્રમમાં મિલન કુવાડીયા, જગદીશ છેલાણા, રાહુલ આહીર સહિત આગેવાન કાર્યકરો કોંગ્રેસ આઇટી વિભાગના ટિમના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.