દામનગરમાં ઉર્ષ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

931
guj532018-3.jpg

દામનગર શહેરમાં ઉર્ષ મુબારક હજરત વલી ચીંથરીયા પીરના ઉર્ષ પ્રસંગે ભવ્ય ઝુલુસ નિકળ્યું હતું. ચીંથરીયા પીરને ચીંથરૂ ચડાવી માનતા રાખતા હિન્દુ-મસ્લિમ સહિત સમાજની અતુટ શ્રદ્ધા હજરત વલી ચીંથરીયાના દર્શને મુસ્લિમ સમાંતર હિન્દુની પણ જશને મુબારક ઉર્ષમાં હાજરી આપી હતી. ચીંથરીયા પીરના ઉર્ષ પ્રસંગે દાદાબાપુ કાદરી સાવરકુંડલા, નિઝામબાપુ ચિસ્તી અમરેલી, મુનિરબાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉર્ષ મુબારકની ઉજવણી કરાઈ હતી. હજારો શ્રધ્ધાળુઓ દ્વારા દાદાબાપુના એક દિદાર માટે ભારે ભીડ ૧૪૦ ઉપરાંત ડબ્બાનું વિતરણ કરતા દાદાબાપુ, નિઝામબાપુ, મુનિરબાપુ સહિતના સંતોના વરદહસ્તે ડબ્બા સ્વીકારતા ભાવિકો કામ, વેપાર, બિઝનેશ, ઘર, બજારમાં આ ડબ્બા મુકી તેમાં થતી રકમ વિદ્યાર્થીના હોસલા બુલંદ, આરોગ્ય શિક્ષણ ઈનામ સહિતની જરૂરીયાતમાં વપરાય તેમ દાન કરવાની પ્રેરણા આપતા દાદાબાપુની દુરંદેશી હજરતવલી ચીંથરીયા પીરના ઉર્ષ પ્રસંગે પધારેલ સંતોનું યુવાનો દ્વારા ભવ્ય બાઈક રેલી રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. 
સમગ્ર દરગાહ સંકુલને રોશનીનો ઝગમગાટ અને આતિશબાજી કરી દર્શનીય બનાવતા હજરતવલી ચીંથરીયા પીર ઉર્ષ કમિટિ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દામનગર અદભુત આયોજન ભવ્ય રીતે સંપન્ન કરાયું હતું.