મુળજીભાઈ પટેલ યુરો. હોસ્પિ. દ્વારા ૧૦૭૦ સફળ રોબોટીક સર્જરી કરાઈ

813
guj1532018-3.jpg

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (સ્ઁેંૐ), નડિયાદ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હોસ્પિટલે સ્પેશ્યાલિટી રીનલ કેર (મૂત્રાશયના રોગો અંગેની સારવાર)ની ઉત્કૃષ્ટ સર્વિસ પૂરી પાડવાના માર્ચ, ૨૦૧૮ સુધીના ૪૦ વર્ષમાં ૧૦૭૦ સફળ રોબોટિક સર્જરી પૂર્ણ કરી છે. 
એવા સમયે કે જ્યારે ભારતમાં દર વર્ષે ૨ લાખ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે ત્યારે વાર્ષિક માત્ર ૮,૦૦૦ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. હોસ્પિટલે તામિલનાડુ, કેરાલા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (ર્જીં્‌ર્‌ં) સ્થાપવાની દરખાસ્ત કરી છે. 
સ્ઁેંૐ ના ચેરમેન રોહિતભાઈ પટેલ જણાવે છે કે “મૃત વ્યક્તિના અંગો પ્રાપ્ત કરવા તે સૌથી મોટો પડકાર છે. આપણા રાજ્યમાં મૃત વ્યક્તિઓનાં અંગોનું તમામ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરને યોગ્ય રીતે સમાન વિતરણ થાય તે માટેની કોઈ પબ્લિક પ્રાઈવેટ પોલિસી નથી.આથી જેમને સૌથી વધુ જરૂરિયાત હોય તેમને આ મૂલ્યવાન અંગો મેળવવામાં તકલીફ પડે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સ્ઁેંૐ દ્વારા છેક ૧૯૮૦માં ગુજરાતમાં રીનલ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરવામાં આવી હતી. તેની નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને સ્પેશ્યાલિસ્ટોએ સફળતાપૂર્વક ૩૦૦૦ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, જેમાં દર્દીઓનું આયુષ્ય સૌથી વધુ ૩૫ વર્ષ જેટલું લંબાવી શકાયુ છે.આ ઉપરાંત સ્ઁેંૐ દ્વારા ડાયાલિસીસના ૩,૨૮,૦૦૦ કેસમાં પણ સારવાર આપવામાં આવી છે. 
તેમણે વધુમાં જણાવ્યું કે “અમારે ત્યાં એક વ્યક્તિના અંગનું બીજી વ્યક્તિમાં પ્રત્યારોપણના કિસ્સાઓમાં વ્યક્તિના જીવંત રહેવાનો દર વિશ્વની કોઈપણ સારી હોસ્પિટલ સાથે સરખાવી શકાય તેવો છે. અમે યોગ્ય દર્દીઓને રોબોટિક રીનલ ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પણ આપીએ છીએ. અમે જ્યારે ૪૦ વર્ષ પૂરાં કરી રહ્યા છીએ ત્યારે આ સારી કામગીરીને આગળ ધપાવવા માંગીએ છીએ અને સંશોધન તથા વિકાસ ક્ષેત્રે આ કામગીરી આગળ લઈ જવા માંગીએ છીએ.”
સ્ઁેંૐના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે “ગુજરાતમાં સૌ પ્રથમવાર દા વિન્સી સી રોબોટિક આસિસ્ટેડ સર્જરી સિસ્ટમ સ્થાપિત કરવાનો યશ ધરાવનાર સ્ઁેંૐ દ્વારા પશ્ચિમ ભારતમાં સૌથી ઝડપી રોબોટિક સર્જરી પ્રોગ્રામ વિકસાવવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. તેનો સમાવેશ ભારતના ટોચના થોડાંક રોબોટિક પ્રોગ્રામ્સમાં થાય છે કે જેણે કિડની કેન્સર માટેના રીનલ પ્રિઝર્વીંગ સર્જરીના ૨૦૦થી વધુ ઓપરેશન કર્યા હોય.”
ડો. દેસાઈએ વધુમાં જણાવ્યું કે “સંસ્થાના સ્થાપકો સ્વ. જયરામ દાસ પટેલ, ઓચ્છવલાલ મોહનલાલ પરીખ, હર્ષદભાઈ એન. દલાલ અને પ્રહલાદ પટેલની આગેવાની હેઠળ છેલ્લા ૪૦ વર્ષથી યુરોલોજીના ૯૦ ટકા ઓપરેશન ઓપન સર્જરીથી થતા હતા તેમાં ઘટાડો કરીને માત્ર સ્ઁેંૐમાં આ પ્રમાણ ૮ ટકા સુધી લઈ જવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા કિડની સ્ટોનના ૩૦,૦૦૦ કેસની સારવાર કરવામાં આવી છે.”
સ્ઁેંૐ ના જયરામદાસ પટેલ એકેડેમીક સેન્ટરમાં ટીચીંગ પ્રોગ્રામની  લોકપ્રિયતા જોઈને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા યુરોલોજીની બેઠકો ૪ થી વધારીને ૬ કરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 

Previous article હિંદુસ્તાન એરોનોટિક્સ લિ.નો આઈપીઓ કાલે ખુલશે 
Next article ધારાસભ્ય અંબરીશ ડેરને સસ્પેન્ડ કરાતા રાજુલામાં કોંગી કાર્યકરો દ્વારા ચક્કાજામ