હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ ૧૬ માર્ચ, ૨૦૧૮ને શુક્રવારે ભારત સરકારનાં સંરક્ષણ ઉત્પાદન વિભાગ વતી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વેચાણ માટેની ઓફર મારફતે રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ૩૪,૧૦૭,૫૨૫ ઇક્વિટી શેરનો આઇપીઓ ઇક્વિટી શેરદીઠ કિંમત પર રોકડ માટે લાવાની દરખાસ્ત રજૂ કરી છે ઓફરમાં ૩૩,૪૩૮,૭૫૦ ઇક્વિટી શેર અને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન ૬૬૮,૭૭૫ ઇક્વિટી શેર સામેલ છે. ઓફર અને ચોખ્ખી ઓફર કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલનો અનુક્રમે ૧૦.૨૦ ટકા અને ૧૦ ટકા હિસ્સો ધરાવશે.
ઇક્વિટી શેરદીઠ પ્રાઇઝ બેન્ડ રૂ. ૧,૨૧૫થી રૂ. ૧,૨૪૦ નક્કી કરવામાં આવી છે. રિટેલ વ્યક્તિગત બિડર્સ અને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરવા લાયક કર્મચારીઓને ઓફર પ્રાઇઝ પર રૂ. ૨૫નું ડિસ્કાઉન્ટ ઓફર થયું છે. બિડ લઘુતમ ૧૨ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં અને પછી ૧૨ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે.
બિડ/ઓફરનો ગાળો ૨૦ માર્ચ, ૨૦૧૮ને મંગળવારે બંધ થશે. ૭ માર્ચ, ૨૦૧૮ની તારીખનાં રોજ પ્રસ્તુત રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મારફતે ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.
ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નિયમન, ૨૦૦૯, જેમાં સમયેસમયે થયેલા સુધારા મુજબનાં નિયમન ૨૬(૧)ને અનુરૂપ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ઓફર કરવામાં આવશે.