૧૯૮૪ના રમખાણના દર્દનો અનુભવ છે, ભાજપે મારા ૩ શબ્દોને ખોટી રીતે રજૂ કર્યા : સામ પિત્રોડા

472

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સલહાકાર સામ પિત્રોડા ૧૯૮૪ના રમખાણ પર આપેલાં નિવેદનને લઈને શુક્રવારે સ્પષ્ટતા કરી છે. પિત્રોડાએ ટિ્‌વટ કર્યુ કે તે સમયે શીખ ભાઈઓ અને બહેનોને થયેલી તકલીફનો અનુભવ કરુ છું. ભાજપે મારા ઇન્ટરવ્યૂના ત્રણ શબ્દોને જૂદી રીતે જ રજૂ કર્યા છે. તેઓ આપણા વચ્ચે ફુટ પડાવી પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માગે છે.પિત્રોડાએ એમ પણ કહ્યું કે રાજીવ અને રાહુલ ગાંધી ક્યારેય પણ કોઈ સંપ્રદાયને નિશાન ન બનાવી શકે. ભાજપ જૂઠાણાંનો સહારો લઈ કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે કેમકે તેઓ ૫ વર્ષના પોતાના પ્રદર્શન પર વાત ન કરી શકે. ભારતમાં અનેક નોકરીઓ, વિકાસ અને સમૃદ્ધતા લાવવા માટે તેમની પાસે કોઈ જ દ્રષ્ટી નથી.

પિત્રોડાએ ગુરુવારે કહ્યું હતું કે હવે ૮૪નું શું? તમે પાંચ વર્ષમાં શું કર્યુ તેની વાત કરો. ૮૪માં જે થયું તે થયું. મોદીએ ગુરૂવારે દિલ્હીમાં રેલી કરી કહ્યું હતું કે કોંગ્રેસ આજકાલ અચાનક ન્યાયની વાત કરવા લાગી છે. કોંગ્રેસને જણાવવું જોઈએ કે ૧૯૮૪ના રમખાણોનો હિસાબ કોણ આપશે?

Previous articleનામદાર અને સગા સંબંધી અંગે લોકો જાણે છે : મોદી
Next articleસમાન કામ, સમાન વેતન મુદ્દે શિક્ષકોને મોટો ફટકો