બરવાળાના પોલારપુર ગામે બાઈક ચલાવવા બાબતે યુવાન પર હુમલો

807

બરવાળા તાલુકાના પોલારપુર ગામે શેરીમાં મોટર સાયકલ ચલાવવા બાબતે ચાર શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારો ધારણ કરી યુવાન ઉપર હુમલો કરવામાં આવતા લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે આ બનાવ અંગેની જાણ બરવાળા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર બરવાળા તાલુકાના પોલારપુર ગામે તા.૦૯-૦૫-૨૦૧૯ ના રોજ રાત્રીના ૯/૩૦ વાગ્યાના અરસામાં શેરીમાં મોટર સાયકલ લઈને આંટા કેમ મારે છે એમ કહીને મોટર સાયકલ ચલાવવા બાબતની અદાવત રાખી છરી,ફરસી જેવા તિક્ષ્ણ હથિયાર ધારણ કરી વિનયભાઈ ચંદુભાઈ વીરગામા(ઉ.વ.૨૨) રહે .પોલારપુર, તા.બરવાળા ઉપર ચાર શખ્સો અજય રાજુભાઈ ડેડાણીયા, મયુર મુસાભાઈ,  અલ્પેશ હકાભાઈ ડેડાણીયા , રાજુ ટપુભાઈ ડેડાણીયા તમામ રહે.પોલારપુર દ્વારા તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હુમલો કરવામાં આવતા વિનયભાઈ ચંદુભાઈ વીરગામાંને લોહીયાળ ગંભીર ઇજાઓ પહોચતા પ્રાથમિક સારવાર અર્થે પોલારપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સર.ટી.હોસ્પીટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ બરવાળા પોલીસ મથકમાં થતા આર.કે. પ્રજાપતિ (પો.સ.ઈ.) સહિતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઈ પોલારપુર ગામે ચુસ્ત બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાનના પિતા ચંદુભાઈ માધુભાઈ વીરગામાએ બરવાળા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ફરાર આરોપી વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આર.કે.પ્રજાપતિ(પો.સ.ઈ.) બરવાળા ચલાવી રહ્યા છે.

Previous articleજાફરાબાદના ખાનગી ટ્રાવેલ્સે મુસાફરોને રસ્તે રઝળાવ્યા !
Next articleઈન્ડિકા વિસ્ટા કારમાંથી ૩૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો