અશક્ત, વિકલાંગ અને દિવ્યાંગ જૈનોને જિનાલય લઈ જઈને દર્શન કરાવાયા

512

ભાવનગર શહેરમાં વસવાટ કરતા જૈન સમાજના શારિરીક અશક્ઢત વિકલાંગ તેમજ દિવ્યાંગ જૈન ભાઈઓ-બહેનો બાળકો કે જેઓ લાંબા સમયથી જીનાલય જઈ પ્રભુજીના દર્શન-પુજા કરી શક્યા ન હોય તેવા પુજા વંચીત જૈનોને તા. ૧ર-પ-ર૦૧૯ના રોજ તેઓના નિવાસ સ્થાનેથી પુરા સન્માન સાથે તેડી જઈ શહેરના પ્રાચીન અને તિર્થસમા વડવા જિનાલયે દર્શન-પુજા કરાવડવાી પુનઃ તેમના નિવાસ સ્થાને પરત મુકી આવવાની સંપુર્ણ વ્યવસ્થા શ્રેયસ જૈન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે દર્શન-પુજા કરવા પધારનાર દરેક શારીરિક  અશક્ત-વિકલાંગ તેમજ દિવ્યાંગ જૈનોનું વડવા સમુદાય તથા શ્રેયસ જૈન મિત્ર મંડળ દ્વારા વિશિષ્ટ બહુમાન- પ્રભાવના કરવામાં આવેલ.

Previous articleગરમીમાં લૂ થી બચવા સપ્તધારા પપેટ-શો દ્વારા લોકજાગૃતિ અપાઇ
Next articleવિલાસબેન સવાણીમાંથી હવે વિશ્વાનંદમયી બન્યા