દેવળીયા ગામે સ્ટ્રીટ લાઇટનાં અજવાળે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

1024

વેળાવદર ભાલ પોલીસ.સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.એચ.બાર તથા પોલીસ સ્ટાફના જે.કે.ગોહીલ, રાજુભાઇ ગુણુભાઇ, તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ, રાજુભાઇ ધનજીભાઇ પો. સ્ટે. વિસ્તારમા નાઇટ પેટ્રોલીગમા હતા તે દરમ્યાન મળેલ હકીકત આધારે દેવળીયા ગામ ખાતે સ્ટ્રીટ લાઇટના અજવાળે, દેવીપુજક વાસમાં, રેઇડ કરતા ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ વડે હાર જીતનો જુગાર રમતા ઇસમો રાજુભાઇ પ્યારઅલીભાઇ ભીમડીયા  ઉ.વ.૨૮, કાળુભાઇ નાથાભાઇ પટેલીયા ઉ.વ.૨૨, પ્રવીણભાઇ કનુભાઇ ગોહેલ ઉ.વ.૨૭, રમેશભાઇ કાળુભાઇ ભરવાડીયા ઉ.વ. ૪૧, અરવીંદભાઇ દેવરાજભાઇ  સોલંકી ઉ.વ.૨૦, પ્રવીણભાઇ લાભુભાઇ પટેલીયા ઉ.વ. ૩૧, સંજયભાઇ દેવાભાઇ સોલંકી ઉ.વ. ૨૦ વાળાઓને જુગાર રમતાં ગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા-૧૨,૯૯૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસિંધુનગરમાં મોબાઇલની લાઇટનાં અજવાળે જુગાર રમતા ૫ ઝડપાયા