સેવાગ્રામ સાબરમતી સંદેશ યાત્રા પ્રારંભ

315

વર્ધા સ્થિત સેવાગ્રામથી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ સુધીની યાત્રાનો આજે પ્રારંભ થયો છે. દેશભરના સર્વોદય અગ્રણીઓ આ સેવાગ્રામ સાબરમતી યાત્રામાં જોડાઈ રહ્યા છે. આ કાર્યકર્તાઓ ગાંધીઆશ્રમના સૂચિત આધુનિકરણ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ યાત્રા રવિવાર તારીખ ૨૪ના અમદાવાદ પહોંચશે, જ્યાં પ્રાર્થના બેઠક વગેરે યોજાશે.