અનન્યા પાંડેએ ચુપકે થી લગ્ન કરી લીધાં?

117

મુંબઈ, તા.૧૮
અભિનેત્રી અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે,જેમાં તે દુલ્હનના રૂપમાં જોવા મળી… ફેન્સ પણ આ લુકને જોઈ અચંબામાં મૂકાયા છે.. બોલિવૂડના જાણિતા અભિનેતા ની દીકરી અનન્યા પાંડેએ બે ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં અલાયદી ઓળખ ઉભી કરી છે. અભિનેત્રીને નેપોટિઝમના મુદ્દે અનેકવાર ટ્રોલ કરવામાં આવી છે પરંતુ તેના ફેન્સની સંખ્યા ઓછી નથી. લોકો અનન્યાના લુકસ અને સ્ટાઈલિસ અંદાજના દીવાના છે. હાલમાં સોશિયલ મીડિયામાં તેના ફોટોઝ અને વીડિયોઝને લાખોમાં વ્યૂઝ અને લાઈક્સ મળે છે. અનન્યા પાંડેએ એક્ટિંગની સાથે સોશિયલ મીડિયામાં પણ પોતાના ફેન્સ માટે ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. અવારનવાર તે ફોટોઝ અને વીડિયો શેર કરી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે તેના ફેન્સને જણાવતી રહે છે. ફેન્સ તેની ઝલક જોવા માટે દીવાના થતા હોય છે. અનન્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અનન્યા પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીરો શેર કરી જેમાં તે લાલ પાનેતરમાં જોવા મળી અને તેમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ તસ્વીરોના કારણે અનન્યા પાંડે ફરી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તસ્વીરોમાં તે લાલ રંગના પાનેતરમાં જોવા મળી રહી છે. આ સાથે તેને હાથમાં એક લીલા રંગની તો બીજા હાથમાં લાલ રંગની બંગડીઓ પહેરી છે. ગળામાં કિંમતી ઘરેણા પહેરેલા છે. દુલ્હનના રૂપમાં અનન્યા પાંડે મનમોહક લાગી રહી છે. આ તસ્વીરોમાં અનન્યાને દુલ્હનના ગેટઅપમાં જોઈ શકાય છે. અનન્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં જબરદસ્ત રીતે વાયરલ થઈ છે. આ ફોટોઝને જોઈ ફેન્સ હેરાન થઈ ગયા. સોશિયલ મીડિયામાં એક પછી એક અનન્યાએ ફોટો શેર કર્યા અને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે ’શું તેણે સાચ્ચે લગ્ન કરી દીધા’? અનન્યા પાંડેએ બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે અને તેણે ’હેલો મેગેઝીન’ માટે બ્રાઈડલ ફોટો શૂટ કરાવ્યું છે. ઈન્સ્ટાગ્રામમાં આ તસ્વીરોને ૬ લાખથી વધુ લાઈક્સ મળી છે. અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨થી ડેબ્યૂ કર્યુ હતું અને ત્યારબાદ તે કાર્તિક આર્યન સાથે ’પતિ-પત્ની ઓર વો’ અને પછી ઈશાન ખટ્ટરની ફિલ્મ ’ખાલી-પીલી’માં જોવા મળી હતી.