ભાવનગરમાં વિશ્વસ્તરની સ્વાસ્થ્ય સેવાઓ આપવા કાલથી શરૂ થશે BIMS હોસ્પીટલ

1213

ભાવનગરનાં દર્દીઓને વિશ્વસ્તરની સ્વાસ્થ્ય સેવાઓ આપવા આધુનિક સુવિધાઓથી સજ્જ ૮૦ બેડની નવનિર્મિત ભાવનગર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ હોસ્પીટલનો તા.૧૯ને રવિવારથી પ્રારંભ કરવામાં આવશે. અહીં દર્દીઓને ઇમરજન્સી સહિતની કિફાયતી સારવાર આપવામાં આવશે.

ભાવનગરમાં રવિવારથી શરૂ થવા જઇ રહેલી અત્યાધુનિક BIMS હોસ્પીટલનાં ઉદ્દઘાટન પૂર્વે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ડા.સંજય રવિ સહિતે હોસ્પીટલ અંગે માહિતી આપતા જણાવેલ કે ઓર્થોપેડીક સર્જન સંજય રવિ ઉપરાંત ડા.હર્ષવર્ધનસિંહ જાડેજા, ડા.સુરેશ પરમાર, ડા.અજય ક્રિષ્નન સહિત ફુલટાઇમ સેવા આપશે. જ્યારે ડા.ભરતભાઇ ડાભી, ગોપાલસિંહ પરમાર, ડા.શકિલ અહેમદ ઇદ્રીશ, ડા.હેતલબેન લીંબાણી, મેડીસીન, ક્રીટીકલ કેર તથઆ આઇસીયુને લગતી સેવા આપશે. આ ઉપરાંત ડા.વિજયરાજસિંહ, ડા. સ્નેહલબેન રવિ, ડા.હિરેન ડુંગરાણી તથા ૧૫ જેટલા જુનિયર ડોકટરો અને ૬૦ જેટલા ટ્રેઇની નર્સીંગ તથા પેરામેડીકલ સ્ટાફ દર્દીઓની સારવાર સુલભ બનાવશે. BIMS હોસ્પીટલમાં હ્યદયરોડ, પલ્મોનરી, ક્રિટીકલ કેર, ઓબ્સ્ટ્રેરીક, ગાયનેક, પેથોલોજી, રેડીયોલોજી, વ્યંધત્વ નિવારણ, જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, બેરીયાટ્રીક તથા મેટાબોલીક સર્જરી, લીવર, પિતાશય, સ્વાદુપીંડની સર્જરી, મગજ તથા જ્ઞાનતંતુના રોગો સહિતની સારવાર કરવામાં આવશે. તેમજ એક્સ-રે, લેબોરેટરી, રેડી ઇકો સહિત પણ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ સીટી સ્કેન તથા એમઆરઆઇ પણ શરૂ કરાશે. અને સરકાર માન્ય મા અમૃતમ કાર્ડ ધારકોને લાભ આપવા માટેની માન્યતા પણ ટૂંક સમયમાં જ સરકાર તરફથી મળી જશે તેમ જણાવેલ. આથી હવે દર્દીઓને બહારગામ જવાની જરૂર નહીં પડે.

Previous articleવલ્લભીપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા
Next articleઘરફોડ ચોરીનો મુદ્દામાલ વેચવા જતા વસીમ લંઘોને ઝડપી લીધો