સની દેઓલને આચારસંહિતા ભંગ બદલ નોટિસ

492

ફિલ્મ અભિનેતામાંથી રાજનેતા બનેલા સની દેઓલને આચારસંહિતા ભંગના મામલામાં ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. તેમના ઉપર ચૂંટણી પ્રચારની અવધિ પૂર્ણ થયા બાદ પણ પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, સની દેઓલે લોકસભાની ચૂંટણીથી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેઓ પંજાબની ગુરદાસપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડની સામે ચૂંટણી લડી રહ્યા છે. શનિવારના દિવસે ચૂંટણી પંચે કથિતરીતે આચારસંહિતાના ભંગ કરવાના આક્ષેપમાં સની દેઓલને નોટિસ ફટકારી હતી. પંચના એક અધિકારીએ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એક જનસભાને સની દેઓલે સંબોધન કર્યું હતું જેના પરિણામ સ્વરુપે સની દેઓલને નોટિસ ફટકારવામાં આવી છે. લોકોને સંબોધન કરવા માટે સની દેઓએલ માઇક્રોફોનનો પ્રયોગ કર્યો હતો. ગુરદાસપુર સીટ પર વિનોદ ખન્ના ચાર વખત ચૂંટણી જીતી ગયા હતા. એપ્રિલ ૨૦૧૭માં કેન્સરના કારણે તેમનું અવસાન થયું હતું. આજ કારણસર આ સીટ ખાલી થઇ હતી. પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુનિલ જાખડ જીતી ગયા હતા. ગુરદાસપુર સહિત પંજાબની ૧૩ સીટો માટે આવતીકાલે મતદાન યોજાશે.

Previous articleમિશન મંગળ બાદ શુક્ર સુધી પહોંચવા તૈયારી
Next articleસેના અને આતંકી વચ્ચે અથડામણ ૩ આતંકવાદી ઠાર, ૧ જવાન શહીદ