ડેબિટ કાર્ડથી પેમેન્ટમાં ૨૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો

453

દેશમાં ખરીદદારી કરવા માટે લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચ મહિનામાં પોઇન્ટ ઓફ સેલ મશીન (પીઓએસ) મારફતે ડેબિટ કાર્ડથી ચુકવણીમાં વાર્ષિક આધાર પર ૨૭ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. બીજી બાજુ આ પહેલા એટીએમ મશીનથી વિડ્રોઅલના વધારાનો દર આનાથી ઓછો એટલે કે ૧૫ ટકા રહ્યો છે. માર્ચ મહિનામાં ડેબિટ કાર્ડ મારફતે ૪૦.૦૭ કરોડ ટ્રાન્ઝિક્શન કરવામાં આવ્યા છે જે એટીએમથી ૮૯.૧ કરોડ વિડ્રોઅલના અડધા છે. અલબત્ત માર્ચ ૨૦૧૯થી ૨૦૧૬ વચ્ચે કારોબારીને ડેબિટ કાર્ડથી ચુકવણીમાં ૨૫૦ ટકાથી વધુનો વધારો થયો હતો. આની બિલકુલ વિરુદ્ધમાં છેલ્લા બે ત્રણ વર્ષના ગાળામાં કુલ એટીએમ વિડ્રોઅલની સંખ્યા દર મહિને ૮૦ કરોડની આસપાસની રહી છે. ડેબિટ કાર્ડ ટ્રાન્ઝિક્શનને સૌથી વધારે પ્રોત્સાહન કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી અથવા તો રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવામાં આવ્યા બાદ મળ્યું હતું. નોટબંધીમાં આશરે ૮૫ ટકા નોટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં વાર્ષિક આધાર પર ક્રેડિટ કાર્ડ મારફતે પીઓએસ મશીનથી ટ્રાન્ઝિક્શનનો વૃદ્ધિદર ૨૨ ટકા રહ્યો હતો. માર્ચ ૨૦૧૯માં પીઓએસ ટ્રાન્ઝિક્શન ૧૬.૨ કરોડ રહ્યો હતો જે માર્ચ ૨૦૧૮માં ૧૨.૭ કરોડનો હતો. નામ જાહેર નહીં કરવાની શરતે પેમેન્ટ કંપનીના અધિકારીઓએ કહ્યું છે કે, પીઓએસ ટર્મિનલ ઓછું હોવાના પરિણામ સ્વરુપે કાર્ડ મારફતે ટ્રાન્ઝિક્શનમાં ભારે વધારો દર્શાવવામાં આવ્યો છે. આમા દુકાનદારોને ચુકવણીના મુખ્ય આધાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે નવી નવી જગ્યા પર જ્યાં પ ણ પીઓએસ ટર્મિનલ લગાવવામાં આવ્યા છે ત્યાંથી મોટા પ્રમાણમાં ટ્રાન્ઝિક્શન થઇ રહ્યા છે. દેશમાં ખરીદી કરવા માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. માર્ચ મહિનામાં પોઇન્ટ ઓફ સેલ મશીન પીઓએસ મારફતે ડેબિટ કાર્ડથી ચુકવણીના આધાર પર વાર્ષિક વધારો થઇ રહ્યો છે. આનાથી કેશલેસ વ્યવસ્તાને પ્રોત્સાહન મળીી રહ્યું છે. આવનાર સમયમાં આનાથી વધારો વધે તેવા સંકેત છે. કારણ કે, રિઝર્વ બેંક દ્વારા પણ કેશલેસ વ્યવસ્થાને મહત્વ આપવાની દિશામાં નવી પહેલ કરી છે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં વધારો થયો
Next articleઆઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯ઃ સંપૂર્ણ કાર્યક્રમ