પ્રથમ સર્જીકલ સ્ટ્રાઇક સપ્ટેમ્બર-૨૦૧૬માં જ થઇ હતી : ભારતીય સેના

633

ભારતીય સેનાની તરફથી સોમવારના રોજ એક વખત ફરીથી કહેવાયું છે કે સેના એ પહેલી સર્જીકલ સ્ટ્રાઇકને સપ્ટેમ્બર ૨૦૧૬માં જ અંજામ આપ્યો હતો. સેનાની તરફથી આપવામાં આવી માહિતીથી કોંગ્રેસના દાવાની પોલ ફરીથી ખૂલી ગઇ છે. જો કે કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમની સરકારમાં પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. સોમવારના રોજ ભારતીય સેના જીઓસી-ઇન ચીફ નોર્ધર્ન કમાન્ડ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે આ અંગે કહ્યું કે થોડાંક દિવસ પહેલાં જ ડીજીએમઓની તરફથી એક આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે પહેલી સર્જીકલ સ્ટ્રાઇક સેના એ સપ્ટેમ્બર ૨૦૧૯માં પાકિસ્તાનની સામે અંજામ આપ્યો હતો.

હું આ મામલામાં રાજકીય પક્ષોની તરફથી કહેવાતી વાતો પર બોલીશું. તેમણે સરકારની તરફથી જવાબ આપ્યો છે. મેં તમને જે કહ્યું તે તથ્યોના આધાર પર છે.

લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર કરાયેલી એરસ્ટ્રાઇક પર પણ માહિતી આપી. તેમણે કહ્યું કે આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી મોટી ઉપલબ્ધિ છે. અમારા વિમાન દુશ્મન દેશમાં અંદર ઘૂસ્યા અને આતંકીઓના લોન્ચ પેડને બર્બાદ કર્યા. તેના બીજા જ દિવસે પાકિસ્તાને અહીં વિમાન મોકલ્યા હતા. પરંતુ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.

૨ મેનાં રોજ કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે યૂપીએના શાસનકાળમાં ૬ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

Previous articleકમલનાથ સરકાર લઘુમતિમાં છે : ખાસ સત્ર બોલાવવા માંગ
Next articleઓમપ્રકાશ રાજભર આખરે કેબિનેટમાંથી દુર કરી દેવાયા