પદ્માવત ફિલ્મ રિલીઝ નહી કરવા દહેગામ કરણી સેનાનું આવેદન

869
gandhi2212018-4.jpg

સંજયલીલા ભણસાલીની આગામી સમયમાં પ્રસિધ્ધ થનાર પદ્માવત ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ ન થાય તે માટે દહેગામ શહેરમાં રૂષિલ મોલ સ્થિત આવેલ ફન સિનેમા ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના જિલ્લા પ્રમુખ સહિત રાજપુત સમાજના યુવાનોએ પદ્માવત ફિલ્મના રાઇટસ, રીલસ અને ડીવીડી ન ખરીદી પદ્માવત ફિલ્મ ન દર્શાવવા માટે ફન સિનેમાના મેનેજરને આવેદનપત્ર આપ્યુ હતુ.
આગામી દિવસોમાં રિલીઝ થનાર સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં ઇતિહાસ સાથે ચેડા કરી હજારો વિરાંગનાઓ તેમજ રાણી પદ્મીનીના જોહરને લાંછન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય કરણી સેના દ્વારા દહેગામ શહેરના રૂષિલ મોલ ખાતે આવેલ ફન સિનેમામાં પદ્માવત ફિલ્મ રિલીઝ ન થાય અને તેના રાઇટસ ડીવીડી અને રીલ્સ ન ખરીદે તે માટે સિનેમાના મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાષ્ટ્રીય કરણી સેનાના જિલ્લા પ્રમુખ જયદિપસિંહ વાઘેલા, કાર્યકર હરપાલસિંહ રહેવર, જીતુભા બિહોલા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા યુવાના તાલુકા પ્રમુખ નિર્મલસિંહ ચૌહાણ સહિત રાજપુત સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ
Next articleપ્રદૂષણ ફેલાવતી રીક્ષાઓ તેમજ વાહનો સામે કોઇ કાર્યવાહી થતી જ નથી