ભાજપના (ઉ)ના ઉમેદવાર અશોક પટેલનો ડોર ટુ ડોર પ્રચાર : વ્યાપક જનસમર્થન

688
gandhi11122017-6.jpg

ગાંધીનગરમાં ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે પણ પોતાનો પ્રચાર ગાંધીનગર શહેરના જુદા જુદા સેકટર માં ડોર ટુ ડોર રેલી દ્વારા શરૂ કરી દીધો છે. ઠેર ઠેર પ્રચારમાં સ્થાઈ સમિતિના ચેરમેન મનુભાઈ પટેલ અને અન્ય ભાજપના હોદેદારો તેમજ નેતાઓ પણ ડોર ટુ ડોર પ્રચારકાર્યમાં લાગી ગયા છે. 
અશોક પટેલને ભાજપે રીપીટ કર્યા હોવાથી અગાઉના પાંચ વર્ષમાં કરેલાં કામોનું ભાથું તેમની પાસે હોવાથી તેનો હવાલો આપીને પ્રથા પાસેથી મત માંગી રહ્યા છે જેનો ઠેર ઠેર વ્યાપક જનસમર્થ પણ મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સમર્થન મળ્યાના અહેવાલ છે.