વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે થઇ ગયું છે ત્યારે બીજા તક્કાની ચૂંટણી પુર્વેના છેલ્લા રવિવારે ગાંધીનગર શહેર અને જિલ્લો રાજકીય ગતિવિધિઓથી વ્યસ્ત રહેશે.
એક બાજુ ગાંધીનગર ઉત્તરમાં ભાજપ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પેથાપુર ખાતે સાંજે ૭.૩૦ કલાકે જાહેર સભા કરશે તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ રવિવારે સાંજે ૭.૪૫ કલાકે ઉત્તર વિસ્તારમાં આવતાં રાંધેજામાં મહિલા સંમેલન કરશે. આજ દિવસે એટલે કે રવિવારે કલોલના ઓળા ફાટક પાસે બપોરે ૨ કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા યોજવામાં આવશે.
આ ઉપરાંત બાઇક રેલી અને પ્રચાર પડઘમ રવિવારે તેની ચરમસીમાએ હશે. જેને લઇને ચૂંટણી પહેલાંનો છેલ્લા રવિવાર ગાંધીનગર શહેર અને જિલ્લામાં વોટ પરિવર્તન માટેનો મોકો હોય તેમ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો આ મોકાને બંને હાથે લઇ લેવા માંગે છે. પ્રચારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભાનું પણ સેક્ટર-૬ કલ્ચરલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮કલાકે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લી ઘડીના આ પ્રચારમાં પ્રજા સુધી પહોંચી વળવા રેલી અને સરઘસોનો તખ્તો તૈયાર કરી દીધો છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એટલે તા.૧૨મી મંગળવારે ભાજપ – કોંગ્રેસ સહિત તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવીને પોતાની તરફે મતદાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
Home Gujarat Gandhinagar ચૂંટણીના છેલ્લા રવિવારથી હવે પ્રચાર અભિયાન ટોપ ગીયરમાં – ગાંધીનગર જિલ્લો સભાઓથી...