રાજકોટમાં પી.એમ. મોદીના ફોટો અને ચિત્રોનું પ્રદર્શન

701

રાજકોટ ખાતે તા. ૧ થી ૩ જુન શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે દેશના પ્રજાવત્સલ પી.એમ. નરેન્દ્રભાઈ મોદીના ૮૦૦ જેટલા ચિત્ર અને ફોટોનું મેગા પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનને ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખુલ્લુ મુકશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુડારિયા, મેયર બીનાબેન આચાર્ય અને વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા હાજરી આપશે. નારી શક્તિના પ્રમુખ તૃપ્તીબા રાઓલ હાજર રહેશે. ભારતભરના ર૦૦ જેટલા આર્ટીસ્ટો આ પ્રદર્શનમાં ભાગ લેશે. આજય જાડેજા દ્વારા ગુજરાતના અલગ-અલગ સીટીમાંથી નરેન્દ્રભાઈ મોદીની લેવાયેલી ૧૦૦ જેટલી તસવીરો પણ આ પ્રદર્શનમાં ખાસ મુકાશે. અજય જાડેજાએ ૬ વખત મોદી તેમની તસ્વીરો અર્પણ કરેલી છે. આ પ્રદર્શનને સફળ બનાવવા અજય જાડેજા, અજય ચૌહાણ, અમીત માણેક અને અશોક પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleપતિએ મારમારી કાઢી મુકેલ પરણિતાને ૮ માસનું બાળક ૧૮૧ ટીમે પરત અપાવ્યું
Next articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે ભવ્ય આમ્રોત્સવ ઉજવાયો