સિહોરનાં લીલાપીર વિસ્તારમાં રમજાન માસમાં જ પાણી માટે વલખાં મારતા લોકો

1032

શિહોર શહેરના લીલાપીર વિસ્તારમાં આવેલ ઉપલી લાઈનમાં છેલ્લા ૯ દિવસથી પાણી  માટે લોકો વલખા મારી રહ્યા છે નળના સ્ટેન્ડ તોડી નાખવા, પાણીની મોટર ચાલુ કરવાના ફ્યુઝ કાઢી નાખવા, સરકારી મિલ્કતને નુકશાન કરવું,પાણીના ટાકા ની ના પાડવી અને આ શેરીવાળાને પાણી ન આપવું આવું સ્થાનિક લોકોના આક્ષેપો છે જેમાં જવાબદાર આજ વિસ્તારના કોર્પોરેટરો છે હવે આને કોણ અટકાવે વિચારો.. જે લોકોએ પોતાના વીસ્તારના કામ થાય જેથી ખોબલે ખોબલે મત આપી ચૂંટવામાં મદદરૂપ થનારની આ હાલત છે તો બીજી વાત જ ક્યાં કરવી.આવા બે જવાબદારો સામે પગલાં ભરાય એવી આ વિસ્તારના લોકોની માંગણી છે.

આ વિસ્તારમાં માત્ર મુસ્લિમ સમાજના લોકો રહેતા હોય ત્યારે રમજાન માસ ચાલતો હોય આ સમગ્ર વિસ્તાર માં મુસ્લિમ સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે રમજાન માસ ના રોઝા રહેલા લોકો પાણી વગર આ રોજા રહેવાતા હોય હાલ ઉનાળાનો આકરો તાપ પણ શ્રદ્ધા થી ઉપર કોઈ નથી ત્યારે સાંજે આ રોજા છોડવા મસ્જિદ જતા હોય પછી ઘરે પહુચતા પાણીનો કકળાટ શરૂ થાય છે આખા દિવસ પાણી ન પીધા બાદ સાંજે પાણી ની એક બુંદ માટે ટળવળતા હોય ત્યારે આવા નિર્દય કોર્પોરેટરો પાણી સપ્લાય ની મોટર ના ફ્યુઝ ખેંચી જતા રહયા છે છેલ્લા ૯ દિવસ થી મહિલાઓ,બાળકો લાચાર બની ગયા છે જે કેટલા અંશે વ્યાજબી કહેવાય.

પવિત્ર રમજાન માસ દરમિયાન લોકો રોજા રહેતા હોય, નમાજ પઢવાની હોય અને  જવાબદારો પાણી ન આપે તો અલ્લાપાક આવા લોકોને ક્યારેય માફ ન કરે એવું સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે.

વર્ષમાં એક વાર આ પવિત્ર સમય આવતો હોય છે ત્યારે આવા લોકો જે ધર્મને પકડીને બેઠા છે એવા લોકોને હેરાન કરવાના અને પોતાની જોહુકમી ચલાવવા અને હું કંઈક છું આવું દેખાડવા માટે થઈને ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા હોય છે ત્યારે માનવતા નેવે મૂકીને ચાલનારા આવા લોકો આર્થિક રીતે પછાત માણસોને હેરાન કરે છે સ્થાનિક લોકો એટલા તો આકુળ વ્યાકુળ હતા કે પાણી માટે લાચાર થઈ આવા ધોમધખતા તાપમાં પણ પોતાનો  કકળાટ ચાલુ રાખ્યો હતો. શુ ?આ નુકશાન અને દાદાગીરી કરનાર ઉપર કોઈ કાયદાકીય જોગવાઈ અનુસાર પગલાં ભરાશે ?જેણે સરકારી મિલ્કતને નુકશાન કર્યું છે હજુ કનેક્શન કાપવાની પણ ચીમકી ઉચ્ચારી છે આવા બેજવાબદારોએ નિયમ વિરુદ્ધ જઇ આ ન કલ્પી શકાય એવું કૃત્ય કર્યું છે તે જવાબદાર અધિકારી ચલાવી લેશે ? કે પછી પગલાં લેશે જો બે દિવસ માં પાણી ન આવેતો નગરપાલિકા એ જઇ હલ્લાબોલ કરવાનું સ્થાનિક રહિશો દ્વારા જણાવાયું હતું.

Previous articleસિદસર રોડ પર સ્વસ્તિક આર્કેડ બંધ ફલેટમાં આગ
Next articleહવે પ્રભાસ પિરિયડ રોમાન્સ ફિલ્મ પુજા હેગડેની સાથે કરશે