સિદસર રોડ પર સ્વસ્તિક આર્કેડ બંધ ફલેટમાં આગ

765

ભાવનગરના સિદસર રોડ પર આવેલ સ્વસ્તીક આર્કેડના ત્રીજા માળે આવેલ બંધ ફલેટમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. ભાવનગરના સિદસર રોડ પર આવેલ સ્વસ્ત્ક આર્કેડના ત્રીજા માળે આવેલ હિતેશભાઈ માંડલીયાના બંધ ફલેટમાં કોઈ કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડ  કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.  બસ્સોથી વધુ ફલેટ અને કોમર્શિયલ ઝોન ધરાવતા સ્વસ્તિક આર્કેડમાં  બિલ્ડર દ્વારા ફાયર સેફટીના સાધનો વસાવવામાં આવ્યા ન હોય વસાહતીઓમાં રો જોવા મળ્યો હતો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થયા હતાં. આગની આ ઘટનામાં ફ્રીઝ સહિતની ધરવખરી સળગી ગઈ હતી. આગનું કારણ તથા નુકશાનીનો આંક જાણવા મળેલ નથી.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleસિહોરનાં લીલાપીર વિસ્તારમાં રમજાન માસમાં જ પાણી માટે વલખાં મારતા લોકો