પહેલીવાર IAFની મહિલા ટીમે Mi-17 હેલિકોપ્ટર ઉડાડી રચ્યો ઇતિહાસ

488

ભારતીય હવાઇ દળમાં મહિલાઓએ એક નવો ઇતિહાસ રચ્યો છે. ભારતીય હવાઇ દળ (ઇન્ડિયન એર ફોર્સ)ની બે મહિલા ઓફિસરો સહિતની ટીમે એમ-૧૭ ફ૫ નામનું હેલિકોપ્ટર ઉડાડ્યુ હતું. આ હેલિકોપ્ટરનાં તમામ ક્રુ મેમ્બર મહિલાઓ હતી. આ હેલિકોપ્ટરનાં લેફ્ટનન્ટ પારુલ ભારદ્વાજ કેપ્ટન હતા અને ફ્લાઇંગ ઓફિસર અમન નિધી (કો-પાયલટ) હતા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ હિના જયસ્વાલ (ફ્લાઇટ એન્જિનીયર) હતા. આ હેલિકોપ્ટરે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં એર બેઝ પરથી ઉડાન ભરી હતી.

ભારતીય હવાઇ દળ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું કે, આ હેલિકોપ્ટરનાં તમામ ક્રુ મેમ્બર મહિલાઓ હતી અને તાલીમ માટે તેની ઉડાન ભરવામાં આવી હતી.

ફ્લાઇટ લેફ્ટનન્ટ પારુલ ભારદ્વાજ પંજાબનાં મુકેરૈનનાં વતની છે અને Mi-17 VS હેલિકોપ્ટર ઉડાડનાર પહેલા મહિલા ઓફિસર છે. ફ્લાઇટ લેફ્ટનન્ટ હિના જયસ્વાલ ચંદિગઢનાં રહેવાસી છે. ભારતીય હવાઇ દળનામાં તેઓ મહિલા મહિલા ફ્લાઇટ એન્જિનીયર છે. ફ્લાઇંગ ઓફિસર અમન નિધી ઝારખંડનાં રાંચીનાં રહેવાસી છે અને ઝારખંડ રાજ્યનાં તેઓ પ્રથમ ભારતીય હવાઇદળનાં પાયલટ છે.

પાયલોટો ભારતીય હવાઇ દળનાં હેલિકોપ્ટર તાલીમ શાળા (હકીમપેટ)માં ફ્લાઇંગની તામીમ આપવામાં આવી હતી. આ હેલિકોપ્ટર ઉડાન ભરવા લાયક છે તેની સર્ટિફિકેટ સ્કોડ્રન લીડર રિચા અધિકારી (યુનિટ એન્જિનીયર ઓફિસર)એ આપ્યુ હતુ. ભારતીય હવાઇદળમાં મહિલાઓ અધિકારીઓની આ એક વધુ સિદ્ધી છે.

Previous articleફાયર સેફ્‌ટીના નવા નિયમો, NOC મળ્યા પછી પણ દુર્ઘટના બને તો AMC જવાબદાર નહીં
Next articleમોદીએ પ્રણવ મુખર્જીના પણ લીધેલા આશીર્વાદ…