ઉત્તરપ્રદેશમાં લઠ્ઠાકાંડ : એક જ પરિવારના ચાર સહિત ૧૨ના મોત

476

ઉત્તર પ્રદેશમાં ઝેરી દારૂનો વેપાર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. આ વખતે રાજ્યની રાજધાની લખનઉ પાસેના જિલ્લા બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી ૧૨ લોકોના મોત થયા છે. બીજી તરફ, ડઝનબંધ લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોતનો આંકડો વધી શકે છે.ઘટના રામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રાનીગંજની છે, જ્યાં સોમવાર સાંજે સરકારી ઠેકાથી ખરીદીને પીડિતોએ દારૂ પીધો હતો. મોડી રાત્રે અચાનક તેમની તબિયત બગડવાં લાગી પો પરિજનો તેમને લઈને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા, જ્યાં સારવાર દરમિયાન ૧૨ લોકોના મોત થયા. મંગળવારની સવાર સુધી સોનૂ સુરેશ (૨૫), રાકેશ સાલિમ રામ (૩૫) ઉપરાંત રામેશ કુમાર છોટેલાલ (૩૫), સોનૂ છોટેલાલ (૨૫), મુકેશ છોટેલાલ (૨૮) તથા છોટેલાલનું પણ ઝેરી દારુ પીવાથી મોત થઈ ગયું છે.

મંત્રી જયપ્રતાપ સિંહે જણાવ્યું કે, જિલ્લા તંત્રના ચાર અધિકારીઓ અને ૮ પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં જિલ્લા અધિકારી શિવ નારાયણ દુબે, ઈન્સપેક્ટર રામ તીરથ મૌર્ય સહિત ૩ હેડ કોંસ્ટેબલ અને ૫ કોંસ્ટેબલ પણ સામેલ છે.

એક જ ઘરના ચાર લોકોનાં મોત થયા છે. બીજી તરફ, સૂર્યભાન સૂર્ય બક્સનું પણ મોત ઘરે જ થયું હતું. ઝેરી દારૂ પીવાથી તિલકરામ, મહેન્દ્ર, નિર્મલ, ઉમરી ગામના રાજેન્દ્ર, સિમરાના વિનય પ્રતાપ, તેલવાનીના મહેશ અને મુંડના શિવ કુમારની સ્થિતિ ગંભીર છે.

ફેબ્રુઆરીમાં પણ ઝેરી લઠ્ઠાના કારણે ૧૧૨ લોકોના મોતઃ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ ઉત્તરપ્રદેશ અને ઉત્તરખંડના ચાર જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાને કારણે ૧૧૨ લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌથી વધારે ૫૫ મોત સહારનપુરમાં થયા હતા.

Previous articleટીએમસીના બે ધારાસભ્ય, ૫૦ કાઉન્સિલર ભાજપમાં ઇન
Next articleઝારખંડમાં CRPF ટુકડી પર નક્સલી હુમલો :  ૧૧ જવાન ઘાયલ