૯૪% NRI ઈચ્છતા હતા કે મોદી ફરી વડાપ્રધાન બનેઃ સર્વે

472

લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. આ ઉપરાંત વિદેશોમાંથી પણ તેમને જંગી સમર્થન મળ્યું છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે અમેરિકામાં રહેતાં ૯૩.૯% ભારતીય ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદી જ ફરી વડાપ્રધાન બને. ૯૫.૫% એનઆરઆઇએ ભારતીય વિદેશ મંત્રાલયના કામકાજની પ્રશંસા કરી છે.  આ સર્વે મે મહિનાની શરૂઆતમાં અમેરિકાની પબ્લિક એન્ડ ઈન્ટરનેશનલ પોલિસી પ્લેટફોર્મ ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસપોરા સ્ટડીએ કર્યો હતો. સર્વેમાં લોકોને મોદી સરકારના પ્રદર્શન, તેમની છબી, યોજનાઓ અને વિદેશી બાબતો સાથે જોડાયેલા સવાલો પૂછવામાં આવ્યા હતા. ૯૨ ટકા એનઆરઆઇનું માનવું છે કે ૨૦૧૪ના મુકાબલે વિદેશોમાં ભારતનું સન્માન વધ્યું છે. ૯૩%એ કહ્યું હતું કે મોદી સરકારે ભારતમાં રોડ, રેલવે, નદીઓ, ટ્રાન્સપોર્ટ અને વીજળી જેવા વિકાસ કાર્યોમાં અદભૂત કામ કર્યું છે.  સર્વેમાં મોદી સરકારની સ્વચ્છ ભારત યોજનાને ૮૬.૯%, મેક ઈન ઈન્ડિયાને ૮૪.૬%, ડિજીટલ ઈન્ડિયાને ૮૪.૩%, અને ૭૧% એનઆરઆઇએ સ્ટાર્ટ-અપની પ્રશંસા કરી હતી. જ્યારે ૯૦.૩% લોકોનું માનવું છે કે મોદી સરકારના નેતૃત્વમાં ભારત પહેલા કરતા વધારે સુરક્ષિત છે.  મોદી સરકારે તેમના કાર્યકાળમાં આતંકવાદના વિરુદ્ધમાં કડક પગલા લીધા છે. ૯૨% એનઆરઆઇને આ વાત પસંદ આવી છે. ૮૨.૫%ના જણાવ્યા મુજબ મોદી સરકારમાં ધર્મ અને જાતિગત રમખાણો નહિંવત બરોબર થયા છે. સાથે જ ૬૩.૩% એનઆરઆઇએ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે રામ જન્મભૂમિ અને સબરીમાલા મામલાને મહત્વના ગણાવ્યા હતા.

Previous articleતમામ વિવાદ છતાં સેક્સી કેટી પેરી સૌથી લોકપ્રિય છે
Next articleહવે સાંજે ૬ વાગ્યા સુધી RTGS દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકાશે, નિર્ણય ૧ જૂનથી લાગુ