ભારે લેવાલી વચ્ચે સેંસેક્સ ૩૩૦ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

462

શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે ૩૩૦ પોઇન્ટ ઉછળીને ૩૯૮૩૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એનટીપીસી, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, યશ બેંક સહિતના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. આજે કારોબાર દરમિયાન બીએસઈમાં ૩૦ શેર પૈકી ૨૧ શેરમાં તેજી રહી હતી અને બાકીના શેરમાં મંદી રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૮૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧૯૪૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ આજે તેજીમાં જોવા મળી હતી. ૮૭૭ શેરમાં તેજીરહી હતી જ્યારે ૮૭૨ શેરમાં મંદી રહી હતી. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો તેમાં ૦.૫૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૦૬૧ રહી હતી જ્યારે એસએન્ડપી સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૯૬૪ રહી હતી. આજે કારોબાર દરમિયાન વોલ્ટામ ટ્રાન્સફોર્મરના શેરમાં જોરદાર તેજી જામી હતી. મનપસંદ બેવરેજના શેરમાં ઘટાડાનો દોર અકબંધ રહ્યો હતો. શેરબજારમાં હાલ ભારે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી નાણાંકીય નીતિ સમીક્ષામાં ચાવીરુપ પોલિસી રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યુંછે કે, વૈશ્વિક મોરચા પર કારોબારમાં મંદી દેખાઈ રહી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિમાં પણ મંદી દેખાઈ રહી છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી મહિનામાં મળનાર મોનિટરી પોલિસી કમિટિમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. ચાવીરુપ વ્યાજદરો અંગે નિર્ણય લેનાર એનપીસી દ્વારા ત્રીજી જૂનથી બેઠક યોજવામાં આવનાર છે. કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે ૨૪૮ પોઇન્ટ ઘટીને ૩૯૫૦૨ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૧૧૮૬૧ની સપાટીએ રહ્યો હતો. બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિક્વિડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે.  શેરબજારમાં આજે કારોબાર દરમિયાન અનેક શેરમાં લેવાલી જામી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એચડીએફસી ક્વિનના શેરમાં તેજી જામી હતી. મે સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટના શેરમાં પણ ઉથલપાથલ રહી હતી. આરઆઈએલ, એચડીએફસી ટિ્‌વનના શેરમાં તેજી રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સમાં અનેક શેરમાં તેજી રહી હતી.

Previous articleજેટલીની ગેરહાજરીમાં આ વખતે અર્થતંત્ર ઉપર નજર
Next articleઅજાણ્યા લોકોએ પતિની હત્યા કરતા ચકચાર મચી, પત્ની ઇજાગ્રસ્ત