રાજુલા એસ.ટી. ડેપોનાં નિવૃત્ત થતા કર્મચારીનો વિદાય સમારોહ યોજાયો

596

રાજુલા એસ.ટી. ડેપોમાં આઇટીઆઇ તરીકે ફરજ બજાવતા ભૂપતગીરી ગૌસ્વામીનો વયમર્યાદાના કારણે એસટી ડેપો ખાતે વિદાય સમારંભ યોજાયો જેમાં રાજુલાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેમાં મનુભાઇ ધાખડા હસ્તે શ્રીફળ, સાકર, ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન સાથે ભાજપ જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, પ્રતાપભાઇ ધાખડા, એસ.ટી. ડેપોના જીલ્લા સલાહકાર સમિતિના પ્રવિણાબેન, ખુમાણભાઇ ભરતભાઇ વરૂ – દુધાળા, તેમજ તમામ કર્મચારી ગણ દિલીપભાઇ જોશી તેમજ ગૌસ્વામી કમિટીના પ્રમુખ સહિત કારોબારી મહાનુભાવો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઇ વોરા તેમજ પત્રકાર મિત્રો અમરૂભાઇ બારોટ, ઉસ્માનભાઇ ગોટી, કનુભાઇ વરૂ, વસંત પરી ગૌસ્વામી, દુષ્યંત ભટ્ટ સહિત રાજુલા જાફરાબાદના લોકો હાજર રહેલા બકુલભાઇ વોરા દ્વારા ભૂપતભાઇ વિશે પ્રવચનમાં કહેલ કે આવા સરળ સ્વભાવના એસટી કર્મચારીની એસટી વિભાગ તેમજ રાજુલાની જનતાને ખોટ રહેશે કારણ જાફરાબાદ ખાતે એસટી સ્ટેશન હિરાભાઇ સોલંકીના પ્રયાસોથી કાર્યરત થતું ત્યારે હિરાભાઇ સોલંકી દ્વારા ભૂપતગીરીને જાફરાબાદની જનતા વતી સન્માનિત કરાયા હતા. તેમ આજે તે પ્રસંગોને યાદ કર્યા હતા કે ૨૦ વર્ષથી બંધ કરી દીધેલ અરબી સમુદ્રના ટાપુ શીયાળબેટ જવા એક પણ એસટી સુવિધા બંધ હતી તેને ફરીવાર ચાલુ કરાવવામાં ભૂપતગીરી એ હિરાભાઇને કહીને શરૂ પણ કરાવેલ અને અને સંતોષી ભૂપતગીરીને વિદાય આપતા એસટીમાં અધિકારીઓ કર્મચારીઓ સહિત કોઇ રાજી જ નહોતું, પણ વિદાય આપવી પડેલ.

Previous articleબોટાદમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટાસ્કફોર્સ દ્વારા આકસ્મિક દરોડા
Next articleરાણપુરમાં રક્તદાન કેમ્પ યોજાયો