રાણપુરમાં રક્તદાન કેમ્પ યોજાયો

504

બોટાદ જીલ્લાના રાણપુરમાં અમદાવાદ ડીસ્ટ્રીક્ટ બેન્ક શાખાના સહયોગથી ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ખાદી ગ્રામોદ્યોગ ઉની ખાદી કેન્દ્ર રાણપુર ખાતે સ્વેચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં દરેક સમાજના લોકોએ રક્તદાન કર્યુ હતુ.જ્યારે મુસ્લિમ સમાજમાં રોઝા મહિનો ચાલતો હોય સાથે કાળઝાળ ગરમીમાં પણ મુસ્લિમ સમાજના લોકોએ પણ રક્તદાન કર્યુ હતુ અને ૫૨ જેટલી બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યુ હતુ. આર.એમ.પી. બેરીંગ,આરએએસ બેરીંગ,્‌ટેક્સસ્પીન બેરીંગના કર્મચારીઓએ પણ ઉત્સાહ ભેર રક્તદાન કર્યુ હતુ.ખાદી ગ્રામોદ્યોગના કર્મચારીઓ તથા રાણપુર એ.ડી.સી.બેંકના કર્મચારીઓ દ્વારા આ રક્તદાન કેમ્પનું સફળ રીતે આયોજન કરવામાં આવ્યુ હતુ    .

Previous articleરાજુલા એસ.ટી. ડેપોનાં નિવૃત્ત થતા કર્મચારીનો વિદાય સમારોહ યોજાયો
Next articleબરવાળા સખી વન સ્ટોપ દ્વારા યુવતીને પરિવાર સાથે મેળવાઈ