રેલ્વે દ્વારા આંતર રાષ્ટ્રીય લેવલ ક્રોસીંગ જાગૃતતા સપ્તાહની ઉજવણી

728

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા લેવલ ક્રોસીંગ જાગૃતતા સપ્તાહ અને આંતર રાષ્ટ્રીય લેવલ ક્રોસીંગ દિન નિમિત્તે ડીઆરએમ કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ડીઆરએમ પ્રતિક ગોસ્વામી એ લેવલ ક્રોસીંગ સંદર્ભે લોકોએ સાવધાની અને નિયમ પાલન કરવા અંગે માહિતી આપી હતી.

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા તા.૨ થી તા.૮ જુન સુધી લેવલ ક્રોસીંગ જાગૃતતા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તેમાં ભાવનગર ડીવીઝનની સંરક્ષા ટીમ અને વિવિધ વિભાગો, શહેર અને ગ્રામ્ય પોલીસ તથા જનપ્રતિનિધિઓની મદદથી રેલ્વે ટ્રેક પાર કરતા સમયે ફાટક પર સાવધાની અને નિયમ પાલન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

લેવલ ક્રોસીંગ જાગૃતતા સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં ફાટક ક્રોસ કરતા સમયે સાવધાની રાખવા અંગેની માહિતી અપાશે. પત્રિકા વિતરણ, સ્ટીકર લગાવવા, સુરક્ષા અંગેના નાટકો સહિત યોજવામાં આવશે. સપ્તાહની ઉજવણીનાં પ્રારંભે તા.૨ જુન રવિવારે ભાવનગર સ્ટેશનથી વહેલી સવારે ૬-૩૦ કલાકે રેલી કાઢવામાં આવશે જે અલકા સિનેમા, ચાવડીગેટ, નિર્મળનગર, વિઠ્ઠલવાડી, ગઢેચી વડલા થઇ ડીઆરએમ કચેરીએ સમાપન કરાશે. જેમાં રેલ્વેનાં અધિકારીઓ, કર્મચારીઓ જોડાશે.

આજની પત્રકાર પરિષદમાં ડીઆરએમ પ્રતિક ગોસ્વામી એડીઆરએમ સુનિલ આર., વી.કે.ટેલર, અરૂણ ભારદ્વાજ, રાજકુમાર એસ., અશોક બિંબર, નિલાદેવી ઝાલા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી.

Previous articleબજરંગ અખાડામાં બાળકોનો સમર કેમ્પ
Next articleઋત્ત્વિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’નું પોસ્ટર રિલીઝ