અમેરિકા ભારતને જીએસપી દરજ્જો ફરી એકવાર આપશે

438

ભારત સરકાર અને ટોપના અધિકારીઓ માની રહ્યા છે કે અમેરિકા ભારતને ફરી એકવાર જીએસપીનો દરજ્જો આપી દેશે. ભારતીય અધિકારીઓએ કહ્યુ છે કે અમેરિકાએ પહેલાપણ બીજા દેશો પાસેથી પરત લઇ લીધા બાદ જીએસપી દરજ્જાને ભારતને આપી દઇને દાખલા બેસાડ્યા હતા. જેથી આ વખતે પણ સરકાર આશાવાદી છે. જીએસપી દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ આના નિયમો પાંચમી જુનથી અમલી કરવામાં આવનાર છે. અમેરિકાએ પહેલા આર્જેન્ટિના, લાઇબેરિયા અને મ્યાનમારને આપેલા આ દરજ્જાને પરત લઇ લીધા બાદ જીએસપીને ફરી બહાલ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે ભારત આના માટે રજૂઆત કરશે કે કેમ તે અંગે હજુ સુધી માહિતી મળી નથી.

અત્રે નોંધનીય છે કે અમેરિકાએ ભારતને મળેલા સામાન્ય મહત્વની વ્યવસ્થા (જીએસપી)ના દરજ્જાને ખતમ કરી દેવાનો નિર્ણય કર્યો છે જે પાંચમી જૂનથી અમલી બનનાર છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ અંગેની જાહેરાત કરી છે. જીએસપી એટલે જનરલાઇઝ્‌ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)નો દરજ્જો પરત ખેંચી લેવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા અન્ય દેશોને વેપારમાં આપવામાં આવતા મહત્વની આ સૌથી જૂની પદ્ધતિ પૈકીની એક છે. આની શરૂઆત ૧૯૭૬માં વિકાસશીલમાં આર્થિક વૃદ્ધિ વધારવા માટે કરવામાં આવી હતી. વિકાસશીલ દેશોને મદદ કરવાનો આની પાછળ હેતુ હતો. દરજ્જો ધરાવતા દેશોને હજારો ચીજવસ્તુ કોઇપણ પ્રકારના ચાર્જ વગર અમેરિકાને નિકાસ કરવાની મંજુરી આપવામાં આવી હતી. ભારત ૨૦૧૭માં જીએસપી કાર્યક્રમના સૌથી મોટા લાભાર્થી તરીકે રહેતા આ દરજ્જો પરત ખેંચાતા તેને અસર થઇ શકે છે. વર્ષ ૨૦૧૭માં ભારતે આની હેઠળ અમેરિકાને ૫.૭ અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. હજુ   ૧૨૯ દેશોની ૮૦૦ ચીજ માટે જીએસપીનો ફાયદો થયો છે.

Previous articleરક્ષામંત્રીએ સિયાચિન ગ્લેશિયરની મુલાકાત લીધી
Next articleમમતાએ ભાજપ કાર્યાલયનું તાળુ તોડી સ્વહસ્તે તૃણુમૂલનું ચિહ્ન દોર્યુ