ગોપનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે માનવ મહેરામણ ઉમટ્યો

788

ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં  સોમવતી અમાસના દિવસે રજાની મજા માણવા સમુદ્ર કિનારે અને મંદિરમા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

ગોપનાથ મહાદેવ મંદિર સોમવતી અમાસે દર્શનકરવાનુ અને સમુદ્ર મા સ્નાન કરવાનો અનોખો મહીમાછે અમાસ અને એ પણ સોમવતી અમાસ અને હાલ સ્કુલ કોલેજ મા વેકેશન ના અંતિમ દિવસોમાં યાત્રાળુ ઉમટી પડ્યા હતા સવાર થી જ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને મદિર ના પુજારી ટ્રસ્ટી  દ્વારા સેવા મંડળ દ્વારા સુદર વ્યવસ્થા કરી હતી અને જી. આર.ડી સ્ટાફ  પોલીસ સુંદર બંદોબસ્ત  ખડેપગે બજાવતા જોવા મળ્યા હતા દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ સહીત સ્ટાફ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરી ને માર્ગદર્શન આપેલ  સીતારામ બાપુ સહીત ના સંતો એ ધર્મ સભા નુ અનેરું આયોજન કર્યું હતું અને   શિવભકતો એ સંતો ના આશિર્વાદ મેળવ્યા હતા શનીઅમાસયા અને સોમવતી અમાસ નો અનેરો આનંદ ભક્તો એ ઉઠાવ્યો હતો  સમુદ્ર સ્નાન કરી ને અને મંદીર મા દર્શન કરવા માટે ભક્તો એ રીતસર દોટ લગાવી હતી અને જી આર ડી પોલીસ દ્વારા તડકામાં પણ ખડેપગે બંદોબસ્ત જાળવ્યો હતો.

Previous articleભાવ.ગ્રામીણ બહેનોની જીએસટી તાલીમ પૂર્ણ : પ્રમાણપત્રનું વિતરણ
Next articleવલ્લભીપુરમાં કોમી એકતા સાથે ઇફતાર પાર્ટીનું થયેલું આયોજન