વલ્લભીપુરમાં કોમી એકતા સાથે ઇફતાર પાર્ટીનું થયેલું આયોજન

741

મુસ્લિમ સમાજના પાક રમજાન માસ દરમ્યાન દિવસ દરમ્યાન રોજા રાખવાનું અને સાંજે સામુહિક રોજા ખોલવાનું ખાસ મહત્વ રહેલું છે. મહંમદ પયગંબર સાહેબે આ માસ દરમ્યાન રોજા રાખી ખુદાની ઈબાદત કરવાનું તેમજ જરૂરિયાતમંદો માટે ઇફતારનું આયોજન કરવાનું ફરમાવેલ છે. સામુહિક ભોજનથી સર્વ બિરાદરોને એક સમાન રોજા ખોલવાની સહુલિયત મળે છે. આથી જ મુસ્લિમ બિરાદરો ઇફતાર મજલીસનું આયોજન કરે છે. આજે હિંદુ મુસ્લિમ સમાજની કોમી એકતાના વલ્લભીપુરમાં દીદાર થયા હતા. આજના રોજ વલભીપુરની નગરપાલિકા તેમજ સેવા સંસ્થા અને સામાજીક આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના ૨૮માં  રોજા નિમિત્તે ઈફતારની મીજલિસ રાખવામાં આવી હતી. જેમાં ૬૦ થી ૭૦ રોજદારોને રોજા ખોલાવવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એહમદભાઇ જુણેજાએ કર્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિલીપભાઈ શેટા, લાભુભાઈ સોલંકી, ચાવડા જામશંગ ભાઈ, વલભીપુર ભાજપ શહેર પ્રમુખ પ્રતાપસિંહ પરમાર, અજીતસિંહ ગોહિલ, જયદેવસિંહ ચમાડી, બ્લોચ ઈસુફખાન, રાજભા અને તેની ટીમ ઉપસ્થિતિમાં રહ્યા હતા. આ તકે મુખ્યરૂપે વલભીપુર મામલતદાર હાજરી ખાસ નોંધનીય બની રહી હતી. મામલતદાર સાહેબ દ્વારા મુસ્લિમ સમાજને સરકાર તરફથી જે કાઈ સહાય મળતી હોય એમા એમના તરફથી પુરા સહકારની જાહેરાત કરવામાં આવી હતી.  પ્રાસંગિક ઉદબોધન રાજભા,  દિલીપભાઈ શેટા અને નીતિનભાઈ ગુજરાતીએ કર્યું હતું. વલભીપુરના કબ્રસ્તાન માટે ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી રૂપિયા બે લાખ અપાવવાની ખાત્રી દિલીપભાઈ શેટા દ્વારા  આપવામાં આવી હતી. અંતમાં હજ કમિટીના ડાયરેક્ટર યુનુસભાઇ મહેતર અને તેમના પરિવાર દ્વારા દરેક મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મુન્નાભાઈ, રાજુભાઈ જુનેજા, હનીફભાઈ ખોખર, ઈમરાન ભાઈ મહેતર સહિતનાઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

Previous articleગોપનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે માનવ મહેરામણ ઉમટ્યો
Next articleમેન્ટલ હે ક્યાં ફિલ્મને લઇને કંગના રાણાવત ખુબ ખુશ છે