બેડ લોન રિઝોલ્યુશન માટે ટૂંકમાં ગાઇડલાઇન્સ જારી

631

સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલા ૧૨મી ફેબ્રુઆરીના પરિપત્રની જગ્યાએ બેડલોન રિઝોલ્યુશન માટે માર્ગદર્શિકાનો નવો સેટ હવે જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બીજી એપ્રિલના દિવસે આરબીઆઈના કઠોર પરિપત્રની જોરદાર ટિકા કરી હતી. બેડલોનના મામલાને ઉકેલવા માટે ૧૨મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે આરબીઆઈ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. બેડલોનને ઉકેલવા સાથે સંબંધિત પરિપત્રમાં કેટલીક જોગવાઈ કરવામાં આવી હતી જેમાં કંપનીને કેટલીક સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ પરિપત્રને અલ્ટ્રાવાઇરસ તરીકે ગણાવીને આની નિંદા કરી હતી. સુધારવામાં આવેલો પરિપત્ર ટૂંક સમયમાં જ જારી કરવામાં આવનાર છે. ખુબ જ ટૂંક સમયમાં પરિપત્રનો મતલબ એ થયો કે, આગામી ત્રણ ચાર દિવસની અંદર નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. આજે બીજી નાણાંકીય નીતિની સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ દાસે પત્રકારો સાથે વાતચીત કરતા આ મુજબની વાત કરી હતી. આ બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. શક્તિકાંત દાસે એમ પણ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ જટિલ પાસા પર નિર્ણય લેવામાં આવશે. ૧૨મી ફેબ્રુઆરીના ફ્રેમવર્ક હેઠળ બેંકોને એ દિવસના દિવસે જ ડિફોલ્ટ અંગે જાહેરાત કરવાની રહેશે. પાવર સેક્ટરની કંપનીઓને લઇને ઘણા વિવાદો રહ્યા છે. સરક્યુલરની સામે જુદી જુદી કોર્ટમાં અનેક કંપનીઓએ રજૂઆત કરી હતી જેમાં જીએમઆર એનર્જી, એસોસિએશન પાવર પ્રોડ્યુસર્સ, સુગર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનનો સમાવેશ થાય છે. અરજીદારોએ પરિપત્રને પડકાર ફેંકીને દલીલ કરી હતી કે, અર્થતંત્રના તમામ સેક્ટરોને ૧૮૦ દિવસની મર્યાદા લાગૂ કરવાની બાબત અમલી કરી દેવામાં આવી છે. દરેક સેક્ટર દ્વારા સામનો કરવામાં આવી રહેલી ખાસ સમસ્યાઓમાં ધ્યાન આપવા બદલ આ બાબત અમલી કરી દેવામાં આવી છે.

આને લઇને પક્ષપાતની સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. રિઝર્વ બેંકે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, બેડલોન રિઝોલ્યુશન માટે ગાઇડલાઈન્સના નવા સેટ ટૂંક સમયમાં જ જારી કરવામાં આવશે. ત્રણ ચાર દિવસમાં જારી કરવામાં આવનાર ગાઈડલાઈન્સને લઇને કારોબારીઓ પણ રાહ જોઈ રહ્યા છે જેમાં કેટલીક બાબતો વધુ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવશે.

Previous articleતીવ્ર વેચવાલીની વચ્ચે સેંસેક્સ ૫૫૩ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો
Next articleમોદી સરકારે ૮ સમિતિઓની પુનર્રચના કરી, અમિત શાહ તમામ સમિતિમાં સભ્ય