રેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન સસ્તી થશે

868

ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ છ ટકાથી ઘટીને હવે ૫.૭૫ ટકા થઇ ગયો છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૫૦ ટકા થઇ ગયો છે. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી છે.  સતત ત્રીજી  વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા ત્રીજી  વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો છે. છેલ્લી એપ્રિલની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરીને છ  ટકા કરાયો હતો. એનપીસીએ ૨૫ બેઝિક પોઇન્ટનો રેટમાં ઘટાડો કરવા બહુમતિથી નિર્ણય નિર્ણય લીધો હતો. રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ દર ૫.૫૦  ટકા થયો છે.  આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા આજે તેના પરિણામ ત્રણ દિવસની બેઠક બાદ જાહેર કર્યા હતા. મોનિટરી પોલિસી કમિટિએ રેટમાં કાપની તરફેણમાં  બહુમતિથી નિર્ણય આપ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિયાન  વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે.

આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે.આરબીઆઈએ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. રિવર્સ રેપોરેટ ૫.૭૫ ટકાથી ઘટાડીને ૫.૫૦  ટકા કરી દેવામાં આવ્યો છે. રિવર્સ રેપોરેટમાં કાપ મુકીને ૫.૫૦ ટકા કરવામાં આવ્યો છે. જીડીપી ગ્રોથની આગાહી વધારવામાં આવી છે.

જાણકાર લોકોનુ કહેવુ છે કે જ્યારે રેપોરેટમાં ઘટાડો થયા છે ત્યારે લોન સસ્તી થાય છે. આવી સ્થિતિમાં લોન સસ્તી થવાના સંકેત દેખાઈ રહ્યા છે.  વ્યાજદર ઘટશે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. છેલ્લી નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ એપ્રિલમાં જાહેર કરવામાં આવ્યા હતા. તે પહેલા ફેબ્રુઆરીમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં પણ વ્યાજદરમાં ઘટાડો કરવામા ંઆવ્યો હતો. તે પહેલાપાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા.

Previous articleખાતરની સબસિડી સીધીરીતે ખેડૂતના ખાતામાં જમા કરાશે
Next articleRTGS-NEFT રુટ દ્વારા ફંડના ટ્રાન્સફર પર ચાર્જ નહીં