શું સંબંધો સાચવવા છે?

816

દુનિયામાં આપણે એકલા રહેતા નથી. આપણે ઘણા બધા માણસોની વચ્ચે રહીએ છીએ. તેમની સાથે આપણો કંઈકને કંઈક સંબંધ છે. નોકરી-ધંધામાં, પરિવારમાં અને સમાજમાં આપણે જાણે કે અજાણે કંઈક ને કંઈક સંબંધ ધરાવીએ છીએ. સંબંધના તાંતણે બંધાયેલા આપણે એકબીજાના સહારે સાથે રહેતા હોઈએ છીએ. પરંતુ એ હકીકત છે કે આજે આ સંબંધોને સાચવવા કઠિન થતા જાય છે.
ખરેખર પતિ-પત્ની, ભાઈ-ભાઈ, સાસુ-વહુ તથા અન્ય સંબંધીઓ સાથેના સંબંધો કેળવવા અને જાળવવા માટેની ખૂબ જ મહત્ત્વની પ્રાથમિક આવશ્યક્તા છે. ‘‘એકબીજાને સમજવાનો પ્રયત્ન, એકબીજા સાથેનો વ્યવહાર’’
આજે વૈજ્ઞાનિક આવિષ્કારોને કારણે બાહ્ય અંતર ઓછુ થયું છે. મુસાફરીનાં વાહનો વધુ ઝડપ અને સુલભ બન્યાં છે, તેથી દુનિયાનો કોઈ ખૂણો દૂર નથી લાગતો. ટેક્નોલૉજીના સાધનો ટી.વી. મોબાઇલ, ઈન્ટરનેટ વગેરે સાધનોનો આ અંતર ઘટાડવામાં બહુ મોટો ફાળો છે. આમ, બાહ્ય અંતર ઘટ્યું છે, પણ આંતરિક અંતર વધ્યું છે. બાજુ બાજુમાં બે જણ બેઠા હોય પરંતુ અંતરથી હજાર ગાઉ છેટે હોય.એક જ ઘરમાં રહેતા હોય પરંતુ અંતરથી કરોડ ગાઉ છેટે હોય !
આશ્ચર્ય છે કે માણસને પોતાની પાસે મોબાઈલ, ઈન્ટરનેટ, ચેટિંગમાં ફુરસદ હોય છે. પરંતુ પોતાના પતિના પ્રશ્નો, પુત્રની અભ્યાસક્રીય પ્રગતિઓ, પોતાના માતા-પિતાની સ્વાસ્થ્યની પ્રતિકૂળતાઓ અને સામાજિક પ્રશ્નો સાંભળવા માટે સહેજ પણ નવરાશ નથી. તેઓની સાથેના આવા વર્તાવને લઈને જ આપણા સંબંધીઓને પણ આપણી સાથે રહેવું ગમતું નથી. પ્રશ્નો ઊભા થતા જાય છે. પરિસ્થિતિ વણસે છે અને અંતે પરિવારો તુટે છે, સંબંધો સદા માટે ભંગાઈ જાય છે. આવા સંબંધો કેવી રીતે સચવાય આ વિષયક માર્મિક બોધ ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં ગઢડા મધ્ય-૪૭માં આપ્યો છે ‘‘જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાઈએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતાં આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. ’’
આ બોધ(ઉપદેશ) દ્વારા સ્વામિનારાયણ ભગવાન એ સમજાવવા માંગે છે કે,
જેને માણસને સાચવતાં આવડતું હશે તેની પાસે માણસ રહેશે અને જેને સાચવતાં નહીં આવડતું હોય તો તેની પાસે નહીં રહે’’
અહીં મણસાઈની વાત કરી છે માણસાઈ તો માણસમાં જ હોય પણ ઢોરમાં ન હોય એટલે કે અહીં માણસની જ વાત છે. એ નક્કી છે. રાખતા આવડતું હોય એટલે શું ?
એકબીજાના સંબંધો, એકબીજાને સાચવવાની રીત જણાવે છે.
ર્સ્હીઅ ૈજ ટ્ઠ જદ્બટ્ઠઙ્મઙ્મ ર્ષ્ઠૈહ, રીટ્ઠઙ્મંર ૈજ ટ્ઠ હ્વૈખ્ત ર્ષ્ઠૈહ, ર્ઙ્મદૃી ૈજ ટ્ઠ ઙ્મેષ્ઠાઅ ર્ષ્ઠૈહ, કિૈીહઙ્ઘજરૈ ૈજ ટ્ઠ જુીીં ર્ષ્ઠૈહ, હ્વેં િીઙ્મટ્ઠર્ૈંહજરૈ ૈજ ટ્ઠ ર્ખ્તઙ્મઙ્ઘ ર્ષ્ઠૈહ.
દ્ભીી ૈં જટ્ઠકી.
ધનસંપત્તિ નાનો સિક્કો છે, આરોગ્ય મોટો સિક્કો છે, પ્રેમ નસીબવાળો સિક્કો છે, મિત્રતા ગળ્યો સિક્કો છે, સંબંધ તો સાવ સોનાનો સિક્કો છે – તેને જતન કરી સાચવવો. પૂજ્ય મહંતસ્વામી મહારાજ કહે છે કે – “સંબંધો સાચવવા માટે આપણે જ પહેલ કરવી પડે. આપણે જ નમવું પડે. આપણે જ ગરજ રાખવી પડે. આ માટે સામેવાળા પાસે અપેક્ષા ન રાખવી, તો જ સંબંધો સુધરે.”
આમ, જો એકબીજા સાથેના સંબંધો સાચવીએ તો આપણને આપણું ઘર જ નહીં, આપણને આપણી સોસાયટી જ નહીં, આપણને આપણો સમાજ જ નહીં, આપણને આપણું રાજ્ય/દેશ જ નહીં પરંતુ સમગ્ર પૃથ્વી આપણું કુટુંબ લાગશે.
‘‘વસુધૈવકુટુંબકમ્‌’’
અને બધા તમારી સાથે રહેશે અને બધા તમારા મનાશે.
આજનાં આ ૐેદ્બટ્ઠહ દ્બટ્ઠહટ્ઠખ્તીદ્બીહં નો સ્વામિનારાયણ ભગવાનને ૨૦૦ વર્ષ પહેલા આ સિદ્ધાંત આપી દીધો. આવા તો ઘણા સિદ્ધાંતો પોતાના ઉપદેશગ્રંથમાં પોતે જણાવ્યા છે તો આજના દ્બટ્ઠહટ્ઠખ્તીદ્બીહં ના યુગમાં વચનામૃતનો સહારો લઈએ. (ક્રમશઃ)

Previous articleદહેજ પ્રતિબંધિત ધારાનાં ગુનાનાં ફરાર આરોપીને ઝડપી લેતી LCB
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે