દહેજ પ્રતિબંધિત ધારાનાં ગુનાનાં ફરાર આરોપીને ઝડપી લેતી LCB

581

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા  ટાઉન વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યા્‌ન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પોલીસ કોન્સ.  જયદિપસિંહ ગોહિલ પાલીતાણા ભૈરવનાથ ચોક  પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા ટાઉન  પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી હિમત ઘનશ્યામ સોલંકી તથા કંચનબેન અરવિંદ પરમાર રહે. પીપાવા સાવકુંડલા વાળા પાલીતાણા મહાવિર પેટ્રોલ પંપ પાસે ઉભા છે.  તેવી હકિકત મળતા તુરતજ પગપાળા બાતમી વાળી જગ્યા એ જઇ બંનૈ ઇસમોને પકડી નામ સરનામું પુછતા હિમતભાઇ ઘનશ્યામભાઇ સોલંકી ઉવ. ૩૦ રહે. પીપાવા (વંડા) તથા કસુબેન ઉર્ફે કંચનબેન અરવિંદભાઇ પરમાર ઉવ. ૪૫ રહે. ગારીયાઘાર સુખનાથ રોડ કબીર ટેકરી નવાગામ વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુર બંન્નેને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે પાલીતાણા  ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ હોય આગળની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleતલાટીની સતત ગેરહાજરીથી હેમાળમાં ગ્રામસભાનો બહિષ્કાર
Next articleશું સંબંધો સાચવવા છે?