વલ્લભીપુરનાં વોર્ડ નં.-૫ માંથી ૭૦૦ કિલો ઘઉં-ચોખા સહિત એક રીક્ષાચાલકને સરકારી અનાજનો જથ્થો સાથે ઝડપી લીધો

25

મામલતદાર સ્ટાફ દ્વારા સરકારી અનાજ ઝડપી પાડવામાં આવ્યું અને તપાસ હાથ ધરાઈ, ક્યાંથી અનાજ આવ્યું એ વધુ તપાસમાં ખુલશે
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર નગરપાલિકાનાં વિસ્તારમાંથી બોટાદનાં રિક્ષાચાલક પાસેથી આશેર ૭૦૦ કિલો ઘઉં-ચોખા અનાજ સાથે ઝડપાયો. વલ્લભીપુર મામલતદાર દ્વારા માલ વાહન રીક્ષા સહિત રાશનનો જથ્થો કબજે કર્યો અને રીક્ષા સહિત રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી. ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર નગરપાલિકાનાં વોડ નંબર-૧ માંથી ૧૫ દિવસ પહેલા પણ અનાજનો જથ્થો પકડાયો હતો. વલ્લભીપુર અને મોણપુર ગામેથી આજે ફરીવાર અનાજનો જથ્થો ઝડપાયો હતો, જેમાં વલ્લભીપુર નગરપાલિકા વોડ નંબર-૫ નાં પાટીવાડા વિસ્તારમાંથી અનાજનો જથ્થો સ્થાનિક લોકો દ્રારા તંત્રને જાણ કરે ત્યારે તંત્ર નિંદ્રામાંથી જાગે છે, વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાંથી પકડાતા તંત્રની પોલ ખૂલી છે અંત્યોદય યોજનામાં મળતા રેશનનો જથ્થો બારોબાર વેંચીને રોકડી કરતા ગ્રામીણોનો જથ્થો ઝડયાયો હતો, જેમાં બોટાદ થી ’માલ’ ખરીદવા આવેલો રીક્ષા ચાલક નઝીર હાશમ ગઢીયા રિક્ષાચાલકને આશરે ૭૦૦ કિલો ઘઉં-ચોખા અનાજ સાથે ઝડપી લીધો હતો, આ ઘટનાની જાણ સ્થાનિક મામલતદાર બી.એન.કણઝરીયાએ માલ વાહન રીક્ષા સહિત રાશનનો જથ્થો કબજે કર્યો અને રીક્ષા સહિત રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

Previous articleજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
Next articleસિહોરના બૂઢણા ગામે તૈયાર થઇ રહેલ અમૃત સરોવરની મુલાકાતે પહોચ્યા ડો. પ્રશાંત જિલોવા