બંગાળમાં વિજય રેલી કાઢવા મામલે BJP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેક ઘાયલ

438

પશ્ચિમ બંગાળમાં વિજય સરઘસ કાઢવા મામલે ભાજપનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું છે અને આ ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનાં સમાચાર આવી રહ્યા છે.

આ ઘટના બંગાળનાં નોર્થ દિનાજપુર જિલ્લાનાં ગંગારામપુરમાં બની હતી. ભાજપે અહીંયા વિજય રેલી કાઢી હતી. પોલીસે કહ્યું કે, ભાજપનાં કાર્યકર્તાઓએ સંબધતી વિભાગો પસોથી મંજૂરી ન હોવા છતાં અભિનંદન યાત્રા કાઢી હતી. જ્યારે પોલીસે ભાજપનાં કાર્યકરોને રોકવા માટે પ્રયાસ કર્યો તો તેઓ અકળાઇ ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા હતા. પોલીસ અને ભાજપનાં કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે, રાજ્યમાં કોઇપણ પક્ષને વિજય સરઘસ કાઢવા દેવામાં આવશે નહીં. તેમની પાર્ટીને પણ નહીં. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષે જણાવ્યું કે, મમતા બેનર્જી ભાજપનાં ઉદયથી ગભરાઇ ગયા છેઅને તેથી તેમને વિજય સરઘષ કાઢવા માટે મંજૂરી આપતા નથી.

Previous articleશૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે જ સ્ટેશનરી, સ્કૂલબેગ, કંપાસ, સહિતની ચીજવસ્તુઓમાં ભાવવધારાથી વાલીઓ પરેશાન
Next articleસપામાં નવા પ્રાણ ફૂંકવા માટે મુલાયમસિંહ ફરીવાર સક્રિય